ભેજનું વિઘ્ન:મગ ખરીદીમાં ભેજનું વિઘ્ન : 15 ખેડૂતો પૈકી 12નાં રીજેક્ટ

કેશોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ, ખેડૂતોને વાહન ભાડાનો ખર્ચ માથે પડ્યો

કેશોદ એપીએમસી ખાતે સોમવારથી નાફેડની પેટા એજન્સી દ્વારા ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરાય છે. દરરોજના 3 થી 4 ખેડૂતોના મગ ખરીદ કરાઈ રહી છે. જ્યારે અન્ય મગમાં વધુ ભેજ જોવા મળતા રીજેક્ટ કરાઈ રહ્યાં છે. એવી જ રીતે ગુરૂવારના દિવસે 15 ખેડૂતો મગનાં વેંચાણ માટે આવ્યા હતાં. જે પૈકી 12 ખેડુતોના મગમાં 12 ટકા કરતાં વધુ ભેજ જોવા મળતાં રીજેક્ટ કરાયા હતાં. જેથી દુર થી વાહન મારફત મગ લઈ આવેલાં ખેડૂતોને ધરમનો ધક્કો થતાં તેમણે વાહન ભાડા સહિત 2000 જેવો ખર્ચો માથે પડ્યો હતો.

આ ખેડૂતોએ જણાવ્યું કે એક જ ખેડૂતના મગમાં રહેલો ભેજ 3 વખત માપવામાં આવતાં જુદો જુદો જોવા મળે તે આશ્ચર્યની વાત કહેવાય તેથી જ તેમણે ભેજ માપવાના મશીન પર શંકા વ્યક્ત કરી હતી અને વધુમાં જણાવ્યું કે ચોખા કરી બેરલ માં ભરવામાં આવેલાં મગમાં જો ભેજ હોય તો તે અત્યાર સુધીમાં બગડી જવા જોઈતાં હતાં. આમ મગ રીજેક્ટ થતાં ખેડુતોમાં રોષ ભભૂકતો જોવા મળ્યો હતો. અને નાફેડ દ્વારા ખરીદ કરાયેલાં ગોડાઉનમાં મગમાં રહેલ ભેજ માપવા માંગ કરી હતી. આ બાબતે ખરીદીનું સંચાલન નરશીભાઇ સોલંકીને પુછવામાં આવતાં તેમણે કોઈ પણ ધાન્યમાં ચોમાસામાં ભેજ આવે જ તેથી ખેડૂતોને ભેજમાં રાહત આપવી જોઈએ નહીંતર ચોમાસા પહેલાં ખરીદી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...