રજુઆત:કેશોદનાં ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કનાં ધાંધિયા

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચકક્ષાઅે રજુઆત : સરપંચ દ્વારા યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી

કેશોદ તાલુકાના પીપળી ગામ તેમજ આસપાસમાં એક મોબાઈલ સર્વીસ પ્રોવાઈડર કંપનીનું નેટવર્ક આવતું ન હોય છતાં ડિસ્ટ્રીબ્યુશન ચેનલ મારફત સીમ કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવે છે. પાછળથી જયારે ગ્રાહક પોતાના રહેણાંક કે વાડી વિસ્તારમાં જઈ ફોન પર વાતચીત કરવા પ્રયત્ન કરે તો વાત થતી નથી તેવી ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે અધિકૃત કર્મચારીઓ દ્વારા થોડો ઇસ્યુ છે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, કામગીરી ચાલું છે ટૂંક સમયમાં ચાલું થઈ જશે. તેવા જવાબ ભરી દેવામાં આવે છે. આવી જ કાંઈક ઘટના પીપળીના સરપંચ મુળુભાઈ રાવલિયા સાથે બની છે.

જેમાં એક એજન્સી દ્વારા આધાર કાર્ડ આધારે સીમકાર્ડ ઇસ્યુ કરી દેવાયું હતું. અને હવે નેટવર્ક આવતું ન હોય વાતચીત થતી નથી. આ અંગે સરપંચે કંપનીના જવાબદાર કર્મીઓ સાથે વાતચીત કરી જણાવ્યું કે પોતે જવાબદાર વ્યક્તિ હોય સરકારી અધિકારી અને ગ્રામજનોમાંથી ફોન આવતાં હોય વાતચીત ન થતાં કામ અટકી પડે છે. ઇમરજન્સી સેવાના નિયમોનું પાલન કરી તાત્કાલીક પોર્ટેબિલીટી કરી આપી અન્ય મોબાઈલ સર્વીસ પ્રોવાઈડર કંપનીનું કાર્ડ ઇસ્યુ કરી નેટવર્ક ચાલું કરવામાં આવે તેવી માંગ કરી છે. જો કે અધિકારીઓ ખોટા જવાબ ભરી છટકી જવા માંગતાં હોય જાહેરહિત ન જળવાતાં સરપંચે વકિલ મારફત મોબાઈલ કંપનીને નોટિસ મોકલાવી કોર્ટમાં જવા વિચાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...