સમસ્યા:દારૂ પી હથિયાર સાથે દંગલ કરવા સામે મેસવાણ બંધ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓની મશ્કરીથી રોષ, લોકોએ જનતા રેડ કરતાં દારૂડિયા રફૂચક્કર

કેશોદના મેસવાણ ગામે દારૂનો નશો કરી એક શખ્સ ઘાતક હથિયાર સાથે ગામલોકોને ધમકાવતો હોઇ ગ્રામ પંચાયતે માઇકમાં જાહેરાત કરી ગામને સજ્જડ બંધ રાખી ગ્રામસભા યોજી હતી. જેમાં ગામલોકોએ ઉમટી પડી ગામમાં દારૂના હાટડા બંધ કરાવવા માંગ ઉઠાવી હતી. કેશોદ તાલુકાના મેસવાણ ગામે એક દિવસ અગાઉ એક શખ્સ દારૂ પી ઘાતક હથિયાર સાથે ખુલ્લેઆમ બજારમાં જે સામે મળે તેને ધમકાવતો ફરતો હતો. આવો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. સરપંચે પોલીસને જાણ કરતાં પોલીસ તેને પકડી કેશોદ પોલીસ મથકે લઇ ગઇ હતી.

ઘટનાની ગંભીરતાની નોંધ લઇ સરપંચે ગુરૂવારે બપોર બાદ માઇકમાં જાહેરાત કરાવી ગામ બંધ રખાવી ગ્રામસભા યોજી હતી. જેમાં મહિલાઓએ દારૂડિયાઓ એલફેલ બોલી મશ્કરી કરતાં હોવાથી પાણી ભરવા જઇ શકતી નહોવાની રજૂઆત કરી હતી. આથી ગામલોકોએ દારૂ બંધ કરાવવા માંગ કરી હતી. પોલીસ પહોંચે એ પહેલાં ગામલોકોએ રોષ સાથે દારૂ અને દારૂડિયાઓને પકડવા જનતા રેડ કરી હતી. પણ લોકોનો રોષ જાેઇ આવારા તત્વો રફૂચક્કર થઇ ગયા હતા. પોલીસે વધુ એક શખ્સને પકડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...