કોરોનાકાળમાં મધ્યમ અને ગરીબ પરીવાર આવક રડવા ફાંફાં મારી રહ્યા છે. ત્યારે કેશોદમાં રહી સીઝની ધંધો કરતાં 3 પરીવારના સભ્યો સાથે મળી ગણપતીદાદાની 1000 જેવી મુર્તીઓનું વેચાણ કરી એક પરીવાર દીઠ 40 થી લઇ 50 હજારની કમાણી કરશે. મુળ રાજસ્થાનો પરીવાર વર્ષોથી માંગરોળ રહેતો જે થોડા વર્ષો પહેલાં રોજીરોટી રળવા કેશોદ ઝુંપડપટ્ટીમાં સ્થાયી થયો હતો.
અને નાળા, દોરી બનાવવા તેમજ જુનું ફર્નીચર વેચવું જેવા સીઝનલ વેપાર કરવા લાગ્યો હતો. હવે જ્યારે ગણેશોત્સવ આવી રહ્યો છે. ત્યારે કોરોનાકાળ પહેલાં 500 કરતાં વધુ મુર્તીઓનું વેચાણ કરતો પરીવાર હાલના સમયને પારખી 4 ફુટથી નાની 300 થી 350 મુર્તિઓનું વેચાણ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.