કેશોદના ઇસરા ગામે ધૂણેશ્વર બાપાના સાનિધ્યમાં ધૂળેટીનો મેળો યોજાતાં 1 લાખ કરતાં વધુ ભાવિકોએ હાજર રહી બાપાના દર્શન અને મનોરંજન ના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. ભાવિકોએ માનતાં પુરી કરવા બાપાના સાનિધ્યમાં ઘુઘરીનો પ્રસાદ ધરી, મુંઠી ધૂળ અર્પણ કરી દર્શનનો લ્હાવો લીધો હતો.
ગૌસેવકો અને કલાકારો દ્વારા કીર્તન મંડળી નું આયોજન કરવામાં આવતાં મોટી સંખ્યામાં ગૌ શ્રદ્ધાળુંએ ઉપસ્થિત રહી માતબર રકમના દાન સાથે ધાર્મિક કાર્યક્રમ માણ્યો હતો. પ્રથમ પુત્ર પ્રાપ્તિ થતાં માતાઓ દ્વારા ધર્મ ધ્વજાના દર્શન થી મંદિર પરિસર સુધી ભૂ ભરવામાં આવી હતી.
ઘોડા રસિકોએ ઘોડા રેસ અને ઘોડા દ્વારા બતાવવામાં આવતાં કરતબ નિહાળ્યાં હતાં. બાળકોએ મનોરંજન વિભાગમાં આનંદ ઉઠાવ્યો. તો મહિલા અને પુરૂષો દ્વારા મેળામાં સ્ટોલ ધારકો પાસેથી ઘર ને શુસોભિત અને વપરાશમાં વપરાશમાં આવતી ચિજ વસ્તુઓ તેમજ બાળકો માટે મનોરંજનની વસ્તુઓ ખરીદી મેળાનો લ્હાવો લીધો હતો. કાર્યકરો દ્વારા ચા-પાણી, જમવા અને પાર્કિગ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તસ્વીર. પ્રવિણ કરંગીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.