તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્પાદનમાં ઘટાડો:કેશોદ પંથકમાં ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટશે

માણેકવાડા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઝાકળ વર્ષા, વાતાવરણમાં વારંવાર આવતા પલટાએ વ્યાપક નુકસાન કર્યું

કેશોદ, વંથલી પંથકમાં પણ કેસર કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. જેની સારી એવી માંગ પણ બજારમાં છે. પરંતુ આ વર્ષે કેરીના ઉત્પાદકોને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. કારણકે, છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. આથી કેરીનું બંધારણ યોગ્ય રીતે થતું નથી. અને થયેલી ફૂટ પણ બળી જાય છે. પરિણામે ગતવર્ષની સરખામણીએ ઉત્પાદનમાં મોટો ઘટાડો આવી શકે છે. સરકાર દ્વારા સર્વે કરી કેરી ઉત્પાદકોને વળતર ચૂકવવામાં આવે એ પણ જરૂરી છે.

સારા ભાવ મળે તો સરભર થઈ શકે: આ અંગે કેરી ઉત્પાદકોએ જણાવ્યું હતું કે, ઉત્પાદન નબળું રહે છે. જ્યારે પાક તૈયાર થાય ત્યારે ભાવ સારા મળે તો નફો સરભર થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો