કેશોદ પંથકના માણેકવાડા ગામના છાત્રએ અથાગ મહેનત કરી ડોકટરની પદવી મેળવી પરિવારજનોનું સ્વપ્ન સાકાર કર્યું હતું. આ અંગેની મળતી વિગત મુજબ, કેશોદ પંથકના માણેકવાડા ગામના વતની હસમુખભાઈ ભીખાભાઈ ચાવડા જે 25 વર્ષથી સુરત સ્થાયી થયા હતા જ્યાં હીરા ઘસવાની કામગીરી કરી રહ્યાં છે.
હસમુખભાઈનું સ્વપ્ન હતું કે પુત્ર મૌલિક અભ્યાસ કરી આગળ વધે જે સ્વપ્ન મૌલિકે પૂર્ણ કર્યું હતું અને બીએસએમએચ-હોમિયોપેથીકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.તેમના પિતા હસમુખભાઈએ જણાવ્યું હતું કે મૌલિક પરીક્ષા દરમિયાન 18 કલાક સુધી વાંચન કરતો હતો અને ક્યારેક તો જમવાનો સમય પણ ન મળતો હતો. અંતે સફળતા મળી હતી.
તમામ સેમેસ્ટરમાં ફર્સ્ટ કલાસ મેળવ્યો
આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત મુજબ,મૌલિકે બી એસ એમ એચના અભ્યાસ દરમિયાન તમામ વર્ષમાં ફર્સ્ટ કલાસ મેળવ્યો હતો.અને વડોદરાની કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
જરૂર પડ્યે વતનમાં સેવા કરશે
મૌલિકે જણાવ્યું કે જ્યારે પણ માણેકવાડાના ગ્રામજનો ને કોઈ પણ તબીબી સેવાની જરૂરિયાત પડશે ત્યારે હું હાજર થઈ જઈશ અને વતનનું ઋણ ચૂકવીસ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.