તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓને મોટી મુશ્કેલી:કેશોદમાં મા અમૃતમ વાત્સલ્ય, આયુષ્યમાન કાર્ડ, સારવાર નહીં

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપેન્ડીક્ષ, સારણગાંઠ, ટાંકાવાળા ઓપરેશનના સમાવેશ કરો
  • કાર્ડ છતા સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલમાં ખર્ચ કરવો પડે છે

જાે દર્દીને ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થાય તો કાં તો સરકારની માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લે છે. જાે કાર્ડ ન હોય કે પછી આ કાર્ડ હેઠળ લાભ મળી શક્તો ન હોય તેવા સંજાેગોમાં ઓપરેશન કરવાનું ટાળે છે. અને લાંબા સમયે દર્દી મોટી મુશ્કેલીમાં મૂકાય છે.

છેલ્લાં દોઢ કે 2 વર્ષથી આ કાર્ડ હેઠળ એપેન્ડીક્ષના ઓપરેશનની જરૂરિયાત હોય છે. જાે ઓપરેશનવાળો ભાગ સોનોગ્રાફીમાં ન બતાવતો હોય, સારણગાંઢ જેવા ટાંકાવાળા આેપરેશન કરવાની જરૂરિયાત ઉભી થાય કે ખાનગી હાેસ્પિટલમાં ગર્ભાશયના આેપરેશન કરવાનું થાય તો આવા ઓપરેશનના ખર્ચનો લાભ મળતો નથી.

આથી કેશોદમાં ખાનગી હોસ્પિટલ ધરાવતા જનરલ સર્જન ડો. હિંગોળાએ આગળ આવી દર્દીઓ માટે અવાજ ઉઠાવતાં જણાવ્યું કે, દર્દીઓને આરોગ્યની સેવાના આર્થીક લાભ ઉપલબ્ધ કરાવવા સરકાર ખાનગી કંપની સાથે એમઓયુ કરી કાર્ડ અને ઇન્સ્યુરન્સ જેવી સેવા ઉપલબ્ધ કરાવતી હોય છે. પરંતુ આવા કાર્ડનું સમયાંતરે અર્થઘટન જુદું જ કરાતું હોવાથી દર્દી ઓપરેશનનો ખર્ચનો લાભ ન લઇ શક્તાં સારવાર કરવાનું ટાળી લાંબા સમયે મુશ્કેલીમાં મૂકાય છે.

અન્ય સમાચારો પણ છે...