તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાભાર્થીઓને ધક્કો:મા અમૃત્તમ-વાત્સલ્ય કાર્ડની કામગિરી ઠપ્પ

કેશોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ અસંખ્ય લાભાર્થીને ધક્કો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નોકરી જવાનો ડર

કેશોદમાં છેલ્લાં 3 દિવસથી મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ કાઢી આપવા, રીન્યુ કરાવવા કે સુધારા વધારાની કામગિરી અટકી પડતાં આરોગ્ય સેવાનો આર્થિક લાભ લેવા ઇચ્છતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. કેશોદ શહેર અને તાલુકાના 53 ગામના અસંખ્ય લોકો સિવીલ હાેસ્પિટલ માં અમૃતમ-વાત્સલ્ય કાર્ડને લગતી કામગિરી માટે દરરાેજ આવે છે. પણ અહીં કાર્ડની કામગિરી ઠપ્પ થતાં લાભાર્થીઓને ધક્કો થાય છે. આ કામગિરી કરતાં કર્મીઓને પણ પોતાની નોકરી જતી રહેવાની ચિંતા સતાવી રહી છે.

દરમ્યાન માં કાર્ડની કામગિરી રાજ્ય સરકારને બદલે હવે કેન્દ્ર સરકારના આયુષ્યમાન કાર્ડ પોર્ટલમાં તબદિલ થવાની હોઇ તેના પોર્ટલના અપડેટની કામગિરી ચાલુ છે. એમ આધારભુત સુત્રોનું કહેવું છે. હાલ તો માં કાર્ડ નવું ન નિકળતું હોઇ, રીન્યુ ન થતું હોઇ કે કાર્ડમાં સુધારા વધારા થતા ન હોઇ આ કાર્ડ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કામ નથી આવતું. જ્યારે માં કાર્ડની કોન્ટ્રાક્ટ બેઇઝ કામગિરી કરતા કર્મીઓએ સરકાર દ્વારા સમય પહેલાં કોન્ટ્રાક્ટ રદ કરાયાનો આક્ષેપ કરી પોતાના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી હતી. જાણવા મળ્યા મુજબ તાલુકાભરમાં રોજ નવા માં કાર્ડ કઢાવવા 5 થી 7, રીન્યુ કરાવવા 10 થી 12 અને સુધારા વધારા માટે 2 થી 3 લાભાર્થીઓ સીવિલ હોસ્પિટલે આવે છે. અને કામગિરી ન થતી હોવાથી પરત ફરે છે.

કાર્ડ રીન્યુ નથી અને ઓપરેશન
માં કાર્ડ રીન્યું ન થતાંં પગના ઓપરેશનમાં આર્થિક સંકડામણ વેઠવી પડશે.
> હરેશભાઇ જમનભાઇ વડારિયા, અજાબ

દવાખાનાનો ખર્ચ મોટો આવે છે
કમરની તકલીફ હોઇ સારવાર અને સર્જરી માટે દવાખાનાનો ખર્ચ મોટો આવતો હોવાનું અને કાર્ડ ન નિકળતાં આર્થિક મુશ્કેલી સહન કરવી
પડશે. > મનસુખભાઇ અરણજભાઇ ઝાલા, બાવા સીમરોલી

અન્ય સમાચારો પણ છે...