હિંમતે મર્દા તો મદદે ખુદા:જન્મના 2 વર્ષ બાદ પગ ગુમાવ્યા, પણ હિંમત ન હારી, હવે 2 કિમી હાથ સાયકલ ચલાવી ઓફિસ જાય છે, મહિને 15 હજારની કમાણી

કેશોદ, માણેકવાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિંમતવાન યુવકની તસવીર - Divya Bhaskar
હિંમતવાન યુવકની તસવીર
  • હાલ સરકારી કચેરીને લગતા કામની અરજીઓ લખવાની કામગીરી કરી રહ્યો છે

માણસ અમુક પડકાર સામે હિંમત હારી જતો હોય છે. પરંતુ અમુક લોકો એવા પણ છે કે જે ગમે તેવો પડકાર હોય આસાની થી સફળતા મેળવે છે. વાત કરીએ કેશોદ શહેરના જમનભાઈ ગોરધનભાઈ માખણસાની તો જમનભાઈ જન્મના બે વર્ષ બાદ જ પોલિયોના શિકાર બન્યા હતા.

બંન્ને પગમાં દિવ્યાંગતા આવી જો કે પરિવારના સભ્યોની સતત હૂંફ થી જમનભાઈ આગળ વધતા જ ગયા અને ધો.10 સુધી અભ્યાસ કર્યો બાદમાં તેમનાં સંબંધીને ત્યાં એસટીડીમાં મહિને રૂ.1500માં નોકરી શરૂ કરી. પરંતુ છેલ્લા 7 વર્ષથી સ્વનિર્ભર બન્યા છે. અને સરકારી કચેરીના તમામ સ્ટાફે મદદ કરતા તેમને સરકારી કચેરીમાં થતી વિવિધ કામગીરીની અરજીઓ લખવાનું શરૂ કર્યું હતું.

મહિને આશરે 15 હજારથી વધુની આવક મેળવી પરિવારજનોને આર્થિક મદદરૂપ થઈ રહ્યાં છે. અને ઘર 2 કિમી દૂર હોય જ્યાંથી હાથ વડે સાયકલ ચલાવી ઓફિસ પહોંચે છે. જમનભાઈના ભાઈને બારી, દરવાજા વેંચવા માટેની દુકાન ધરાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ક્યારેક તો નિઃશુલ્ક કામગીરી
આ યુવાને વધુમાં કહ્યું હતું કે સલ્મ વિસ્તારમાંથી અમુક લોકો એવા પણ આવે છે જેમની પાસે અરજી લખાવવાના નાણાં પણ નથી હોતા તેમને નિઃશુલ્ક અરજી લખી આપું છું જરૂર પડ્યે નાણાં પણ આપું છું જેથી તેમનું કામ આસાની થી થઈ શકે.

મિત્રોએ શીખવ્યું - આ યુવાનના મિત્રોએ ખુબજ મદદ કરી છે. રાશનકાર્ડ, જન્મના દાખલા અન્ય કોઈ કામગીરીમાં અરજી કેમ લખી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપ્યું છે. અને અરજદારોને મોકલી આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...