કેશોદ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ડિવીઝન હેઠળના કેશોદ, વંથલી, માણાવદર, બાંટવા એમ 3 તાલુકાના પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરી વચ્ચે લોક દરબાર યોજાયો હતો. જેમાં ડીવાયએસપી બી. સી. ઠક્કર, પોલીસ અધિકારીઓ, સર્વ સમાજ પ્રમુખ હરદેવસિંહ રાયજાદા, પાલીકા પ્રમુખ લાભુબેન પીપલિયા, વ્યાજખોરીમાં સપડાયેલાં ફરીયાદ કરવા માંગતાં લોકો,
સહિત અનેક આગેવાનો હાજર રહ્યાં હતાં. ગુજરાત સરકારના દ્વારા ઉંચા વ્યાજ વસુલાત કરવા ટેવાયેલાં પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોરો વિરૂદ્ધ કક્ક કાર્યવાહી કરવા અને આર્થીક નબળા વર્ગના લોકોને વ્યાજના ચુંગાલમાંથી બહાર કાઢવા આદેશ કરાયો છેતેને અનુલક્ષીને ચર્ચાઓ થઈ હતી.
આ લોદરબારમાં વ્યાજખોરોથી પીડિત લોકો હાજર રહેતાં તેમણે પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી હતી. એક પરીવારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતાં 15 દિવસ થયાં સમયસર જમ્યાં ન હોવાની ફરીયાદ કરી હતી. કાર્યવાહી ચાલું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. લોક દરબાર યોજાતાં આવનારા સમયમાં વ્યાજખોર વિરૂદ્ધ મોટી તવાઈ આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. }તસ્વીર. પ્રવિણ કરંગીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.