ટેકો ખરીદી કેન્દ્રો સુમસામ:સ્થાનિક મગફળીની આવક નહિવત : રાજસ્થાનથી 30 હજાર બોરી ઠલવાઇ છે

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં 15 દિ'માં બજારભાવ સ્થિર, ભાવ ઉંચકાવાની રાહ જોતાં ખેડૂતો

જૂનાગઢ જિલ્લામાં ચોમાસાનો મુખ્ય પાક મગફળી હોય ઉત્પાદનમાં મોખરે રહે છે. જેમાં ખાસ કેશોદ તાલુકો અગ્રેસર છે. આથી કેશોદ શહેરની આસપાસ મોટી સંખ્યામાં સીંગદાણા પ્રોસેસિંગ કરતાં કારખાનાઓ પણ આવેલાં છે. દિવાળી પહેલાં ભાવ અંગે માન્યતાં હતી કે ભાવ ઘટશે જેમાં 500 થી 700 જેવો નજીવો ફેરફાર સિવાય કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો ન હતો.

તેથી ખેડૂતો ભાવ વધે તેવી આશા રાખી તેમજ રવિ પાકના વાવેતરનો સમય સચવાઈ જાય બાદ પોતાની મગફળીનું વેંચાણ કરશે તેવી વેતરણમાં છે. જેને લઈને મગફળીની આવક ઓછી છે. આ વખતે ટેકાના ભાવ કરતાં ખુલાં બજારભાવ સતત 2000 જેટલાં ઉંચા રહેતાં હોય જિલ્લાભરમાં માત્ર 9606 જેટલું જ ટેકાના ભાવે વેંચાણ કરવા રજીસ્ટ્રેશન થવા પામ્યું છે.

જયારે કેશોદ માં આ સંખ્યા જેમ ની તેમ 368 જ છે. આ ૨જીસ્ટ્રેશન થયેલાં ખેડૂતોને ટેકાના ભાવે ખરીદ કરતી એજન્સીઓ દ્વારા મગફળી વેંચાણ કરવા ખેડૂતોને ફોન કરી બોલાવવામાં આવ્યાં છતાં આવ્યાં ન હતાં. વેપારીઓના જણાવ્યાં અનુસાર ભાવ 25000 થી નીચે જવા સંભાવના ઓછી રહેલી હોય ખેડૂતો પણ મગફળી નો ભાવ ઉંચકાય તેની રાહ જોઈ રહ્યાં છે.

જેને લઈ રોજની 10 થી લઈ 15 હજાર બોરીની આવક છે જે ઓછી કહેવાય તેની સામે રાજસ્થાનમાં પણ મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું હોય અને 300 રૂપિયા જેટલા ભાવ નિચા રહેતાં કારખાનેદારો ત્યાંથી સોરઠમાં રોજની 30,000 બોરી ખરીદી કરી રહ્યાં છે. જે સીંગદાણામાં પ્રોસેસ થતી હોવાનું જાણવા મળે છે. હાલ આવક પણ ઘટી છે. જેથી વેપારીઓ પણ આવનારા સમયમાં ભાવ ઉંચો મળવાની આશાએ મગફળી ખરીદી સંગ્રહ કરી રહ્યાં છે.

ભાવમાં ઉતાર ચઢાવ
કેશોદ ના કાંબલિયા બ્રધર્સ ના હાર્દિકભાઈ કાંબલિયાએ જણાવ્યું કે છેલ્લાં 15 દિવસથી 500 થી 700 નો ચડાવ ઉતાર છે. એકંદરે બજાર સ્થિર છે ખેડૂતો ભાવ ઉંચકાય તેની રાહ અને રવિ પાકનું વાવેતર કરી નવરાશના સમયની વેંચાણ કરવા વિચારતાં હોય મગફળીની આવક 10 થી 15 બોરી છે. જે ઓછી કહેવાય. } તસવીર - પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...