સફાઈનો અભાવ:કેશોદ સિવિલનાં નવનિર્મીત બિલ્ડીંગમાં જ પાનની પિચકારી

કેશોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અદ્યતન બિલ્ડીંગનું થોડા દિવસ પહેલાં જ લોકાર્પણ થયું’તું

કેશોદ શહેરમાં અદ્યતન હોસ્પિટલનું થોડા દિવસ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ અહીંયા સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પાન-માવાની પીંચકારીઓ જોવા મળી રહી છે. કેશોદમાં અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ થયું છે. લોકાર્પણ બાદ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

અહીંયા સ્વચ્છતા જળવાઈ રહે એ માટે તંત્રએ દરેક દિવાલ પર સુત્રો લખ્યા છે કે, અહીંયા થુંકવુ નહીં, તેમજ કચરો ફેંકવો નહી તેમ છતાં પ્રથમ માળે પીવાનાં પાણીનાં સ્થળે જ કોઈએ પાન-માવાની પીચકારી મારતા ગંદકી જોવા મળી રહી છે. જો યોગ્ય દેખરેખ નહીં રખાય તો અન્ય જગ્યાએ પણ આ જ સ્થિતીનું નિર્માણ થઈ શકે છે. અહીં લોકોએ પણ સ્વેચ્છીક જાગૃતતા દાખવી ગંદકી ન જ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...