તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કેશાેદમાં સ્મશાનના બગીચાની માવજત માટે સાધનાેનાે અભાવ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાેન જંગલી ઘાંસ બન્યું, કાપણી ન થતાં ફુલછાેડ ચોતરફ ફેલાયા

કેશાેદ નગરપાલીકાએ 1 કરાેડના ખર્ચે બાંધકામ સાથે ડિઝલ ભઠ્ઠીનું નિર્માણ કર્યું હતું. આ ભઠ્ઠીના બાંંધકામ નજીક સ્મશાનની શાેભામાં અભિવૃધ્ધિ થાય તે માટે ફુલછાેડ અને ફ્લાેરીંગ લાેન ઉગાળી બગીચાે પણ બનાવવામાં આવ્યાે હતાે. આ બગીચાની કાયમી ધાેરણે માવજત થાય અને સાફસફાઇ થાય તે માટે માળી સહિત સાધન સામગ્રી વસાવવામાં આવી હતી.

પરંતુ હાલની પરિસ્થીતી જાેતાં લાેનની સુંદરતાં વધારવાંં નીયમિતપણે કાપણી થતી ન હાેય લાેન જંગલી ઘાસની જેમ માેટી થઇ રહી છે, ફુલછાેડનાે આડેધડ ફેલાવાે થઇ રહ્યાે છે. આ કદરૂપા બની રહેલા બગીચા અંગે માળીને પુછતાં તેમણે અગાઉ ખરીદાયેલાં સાધનાે બેકાર પડ્યાં છે હવે ફરીથી સાધનસામગ્રી આપવામાં આવે તાે બગીચાની સારસંભાળ શક્ય બને તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...