માગ:કેશોદ શહેરની પોસ્ટ ઓફિસમાં એગ્રીમેન્ટ ટિકીટની અછત, લગ્ન નોંઘણી માટે ધક્કા

કેશોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ માસ્ટરને રજુઆત કરવામાં આવી, યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે માંગણી કરાઈ

કેશોદ પોસ્ટ ઓફિસમાં લગ્ન નોંઘણી પહેલાં કરવામાં આવતાં એગ્રીમેન્ટ માટે લાંબા સમય થી ટિક્ટિ ઉપલબ્ધ નથી આથી એક અરજદારે પોસ્ટ માસ્તરને સંબોધી અરજી આપી છે. જેમાં ઉચ્ચ કક્ષાએ થી ટિકિટ મેળવી લઈ અમને મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.

મળતી વિગત મુજબ કેશોદ શહેરમાં એકમાત્ર પોસ્ટ ઓફિસ છે. જે વસ્તી આધારે 2 હોવી જોઈએ તેમ ન હોય લોકોને સમયસર જરૂરી સેવા મળતી નથી આથી શહેરીજનો લાંબા સમયથી વધુ એક પોસ્ટ ઓફિસની માંગ કરી રહ્યાં છે.

આવી જ એક ફરીયાદ કેશોદમાં રહેતાં ગોરધન જમનાદાસ વાછાણીએ પોસ્ટ ઓફિસને કરી છે. તેમની પુત્રીના નજીકના સમયમાં જ લગ્ન છે. લગ્ન બાદ પુત્રીને વિદેશ મોકલવાની છે. તેથી લગ્ન પ્રમાણપત્ર મેળવવા એગ્રીમેન્ટ કરવું ફરજીયાત છે જેમાં ટિકિટ ની ખાસ જરૂરી હોય તે મેળવવા પોસ્ટ ઓફિસે વારંવાર ધક્કા ખાવા પડે છે.

પોસ્ટ ઓફિસ ટિકિટ ઉપરથી આવતી ન હોય તેવું જણાવી રહી છે. જેને લઈ અરજદારે અન્ય તાલુકામાંથી ટિકિટ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા છે.ભવિષ્યમાં કોઈપણ અરજદારને તકલીફ ન પડે તે માટે પોસ્ટ ઓફિસ ને નિયમ મુજબ કાર્યવાહી કરે અને ઉચ્ચકક્ષાએથી તાત્કાલીક વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...