મહારેલી:રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના આયોજીત ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી કેશોદ પહોંચી

કેશોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે, 10મીએ સમાજના લોકો એકઠા થશે

કેશોદમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના આયોજીત ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલીનું આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ રેલી કેશોદના માંગરોળ રોડ પર થઈ ચારચોક થી બસ સ્ટેશન રોડ સોંદરડા, મેસવાણ બાળકદાસ આશ્રમની મુલાકાત બાદ અજાબના નાગલધામ ખાતે પહોંચી હતી. જયાં ભવ્ય સભાના રૂપમાં ફેરવાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા. રેલી દરમ્યાન વચ્ચે આવતાં ગામડાંઓમાં આગેવાનોનું સ્વાગત કરાયું હતું.

રેલીની આગેવાની લેનાર કરણી સેના ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે 1947થી જ્ઞાતિને ધ્યાને રાખી ટિક્ટિ આપવામાં આવતી હોય ક્ષત્રિય સમાજની રાજકીય ક્ષેત્રે અવગણના થઈ રહી છે. હવે અમારે ચૂંટણીના માધ્યમથી રજવાડાં અને રિયાસતો જોઈએ છે. તેથી જયાં પણ ક્ષત્રિય સમાજ છે ત્યાં 30 ટકા ટિકિટ આપવા માંગ સાથે શની અને રવીવારનાં ગામડે - ગામડે કાર્યક્રમો યોજી સમાજને એક કરવાનું કામ કરી રહ્યાં છીએ. આવી જ એક સભા જિલ્લામાં 10 જુલાઇના યોજાશે. જેમાં ક્ષત્રિય સમાજ હાજર રહેશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...