તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કેશોદના ત્રાંગળશા પીરના મુંજાવર પર છરીથી હુમલો, સામસામી ફરિયાદ

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાદીની માલિકી અંગે ચાલતાં વિવાદે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું

કેશોદના ત્રાંગળશા પીર દરગાહની ગાદી બાબતે લાંબા સમયથી મનદુ:ખ ચાલી રહ્યું છે. જેને લઇ પીરની દરગાહને સલામી આપતા મુંજાવર પર 6 શખ્સોએ છરી, ઢીકાપાટુથી મારમારી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મુંજાવર મહોબતશા ઇબ્રાહીમશા સર્વદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે 2 વર્ષથી ત્રાંગળશા પીરની ગાદી સંભાળે છે. અને સેવાપુજા કરે છે.

ગત બુધવારની સાંજે પોતે ત્રાંગળશા પીરની દરગાહને સલામી આપતા હતા ત્યારે 6 શખ્સોએ ધસી આવી છરી, ઢીકાપાટુનાે માર માર્યો હતો. અને જતાં જતાં એવી ધમકી આપી કે, પીરની ગાદી પર અમારો હક છે. આથી તું ગાદી છોડી દેજે. અને બાદમાં મારી નાંખવાની ધમકી આપી હતી. આથી પોલીસે અક્ષયગઢ ખાતે રહેતાં યાસીનભાઇ સતારભાઇ સર્વદી, રાજકોટના વસીમ આમન સર્વદી, લીમડા ચોકમાં રહેતા સતારશા હબીબશા સર્વદી, કેશોદના ઇમ્તહાઝશા દાદાશા સર્વદી, દાદશા હબીબશા સર્વદી અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમ્યાન આ ઘટનામાં સામાપક્ષે પણ ફરિયાદ નોંધાયાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...