તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ખોખરડા, લુશાળા, મેંદરડા નેશનલ હાઇવેની કામગીરીમાં લાલિયાવાડી, 1 વર્ષમાં જ રોડ પર ગાબડા પડતા તંત્રની પોલ ખુલી : થોડા સમયમાં જ રોડની હાલત બિસ્માર, ગેરરીતિનો આક્ષેપ

માણેકવાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદ તાલુકાના લુશાળા-મેંદરડા સ્ટેટ હાઇવે પર દિવસભર વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. જ્યારે આ મુખ્ય માર્ગની હાલત બિસ્માર બની જતા એક વર્ષ પહેલાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે એક વર્ષ બાદ જ પુલ નજીક અમુક જગ્યાએ મોટા પ્રમાણમાં ગાબડા પડી ગયા છે. આ ઉપરાંત અમુક જગ્યા પર પુલના કામ પણ પૂર્ણ કરવામાં આવ્યા નથી. નબળી કામગીરી અને રોડ પડતા ગાબડા જોતા કામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે લુશાળાના પી.ડી. ડાંગરે સાંસદ રમેશભાઈ ધડુક અને કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાને રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ જો 8 દિવસમાં કામ પૂર્ણ કરવામાં નહીં કરાઈ તો રસ્તારોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...