તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કેશોદનાં યુવાને 80થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને કારમાં હોસ્પિટલે પહોંચાડ્યા

માણેકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં બેડ ખાલી હોય ત્યાં સારવાર અપાવી જીવ બચાવ્યો, કાર્ય બીરદાવાયું

કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે હોસ્પિટલમાં પણ જગ્યા મળતી ન હતી.તેમજ એમ્બ્યુલન્સ માં પણ વેઇટિંગ જોવા મળતું હતું આવા સમયે કોરોના ગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર અર્થે પહોંચવું ખુબજ મુશ્કેલ હોય છે.પરંતુ કેશોદ ના સેવાભાવી આહીર યુવાન ભાવિનભાઈ દેવાભાઈ સિંહારે અન્ય કામો પડતા મૂકી કોરોના દર્દીઓ માટે જ સમય ફાળવવાનો નિર્ણય કર્યો અને કોઈ પણ ગામ માંથી દર્દીઓના પરિવારજનો નો કોલ આવે કે અમારે દાખલ થવું છે,ઓક્સિજનની વયસ્થા કરવી છે.

વાહન નથી મળતું એટલે તુરંત જ ભાવિનભાઈની પોતાની કાર લઈ પહોંચી જાય અને જે હોસ્પિટલમાં જગ્યા હોય ત્યાં ફોન પર સંપર્ક કરી સારવારની વ્યવસ્થા કરી આપે જ્યારે સૌથી વધુ 65 દર્દીઓને સુત્રાપાડા શ્રી નાથજી હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે કારણ કે આ વિસ્તારની હોસ્પિટલમાં બેડ ખાલી ન હતા. અને મોટાભાગના કેસ ગંભીરહતા પરંતુ ડો.દેવલીયા, કનુંભાઈ સોલંકી, નારણભાઈ આહીર સ્ટાફની મદદ થી 60 દર્દીઓ સ્વસ્થ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...