રજુઆત:કેશોદની યુવતીએ કહ્યું, પરીક્ષામાં થતાં કૌભાંડથી ઘેર બેસવું પડે છે !!

કેશોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપ દ્વારા શહેરનાં અનેક વિસ્તારમાં ફરી 1 હજાર માસ્કનું વિતરણ કર્યું

કેશોદમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અને જિલ્લા સંગઠનનાં આગેવાનોની હાજરીમાં સમીક્ષા બેઠક મળી હતી. બેઠક બાદ આગેવાનો અને કાર્યકરોએ જનસેવા કાર્યક્રમ અંતર્ગત શહેરનાં અમૃતનગર, આંબાવાડી કાપડ બજાર, માંગરોળ રોડ, ચારચોક વિસ્તારમાં એક હજાર માસ્કનું વિતરણ કરી લોકોને કોરોનાકાળમાં સુરક્ષીત રહેવા સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠનમંત્રી મનોજભાઈ સોરઠીયા, નિમીષાબેન ખુંટ, અતુલભાઈ શેખડા, હમીરભાઈ રામ, ભાવેશભાઈ કાતરીયા, કૃણાલભાઈ, પ્રવિણભાઈ પટેલ, કિશોરભાઈ કોટેચા સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

નોકરી વાચ્છુક યુવતીએ કાર્યકરોને રજુઆત કરી
જનસેવા કાર્યક્રમ અંતર્ગત કાર્યકરો માસ્ક વિતરણ કરી રહ્યાં હતા તે દરમિયાન સ્વાતીબેન વાળાએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. તેમજ ગળગળા અવાજમાં કાર્યકરો સમક્ષ વધુમાં કહ્યું હતું કે, સરકારી નોકરીઓ માટે લેવાતી પરીક્ષાનાં કૌભાંડથી ઘરે બેસી રહેવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...