તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:કેશોદનાં ધરતીપુત્રોને પાકમાં 2.5 અબજનું નુકસાન સહન કરવું પડ્યું

માણેકવાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી પાસે ગત વર્ષની સરખામણીએ 20 ટકા જ મગફળી વેચાણ અર્થે આવી
  • મગફળીનું 38 અને કપાસ, તુવેરનું 8 હજાર હેકટરમાં વાવેતર થયું હતું

આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે ભારે રહ્યું હતું કારણ કે અવિરત અને ભારે વરસાદ થી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જ્યારે માત્ર કેશોદ પંથકના ખેડૂતોને આશરે 2.5 અજબનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કેશોદ પંથકમાં ખરીફ પાકના વાવેતરની વાત કરીએ તો સૌથી વધુ મગફળીનું વાવેતર થતું હોય છે. ગત ચોમાસાની સિઝનમાં આશરે 38 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું હતું તેમજ 8 હજાર હેકટરમાં તુવેર,કપાસનું વાવેતર થયું હતું. પરંતુ અવિરત અને ભારે વરસાદથી મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. જેમાં ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો એક ખેડૂતને વિઘા દીઢ 10 હજારનું ઉત્પાદન ઓછું મળ્યું છે. જો કે મગફળી પાકના સારા ભાવ મળતા નુકસાનમાં થોડી રાહત મળી છે. જેના કારણે વેપારીઓ પાસે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણ અર્થે માત્ર 20 ટકા જ મગફળી આવી છે.

તાલુકામાં 23 હજાર ખાતેદારોને નુકસાની
આ પંથકની વાત કરીએ તો આશરે 2,37,500 વિઘા જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. જેમાં વિઘા દીઢ એક ખેડૂતને 10 હજારનું ઓછું ઉત્પાદન મળ્યું છે. તાલુકામાં આશરે 23 હજાર ખેડૂતો નોંધાયેલા છે. અને સરેરાશ એક ખેડૂત પાસે 2 હેકટર જમીન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મજૂરી ડબલ થઈ હતી
આ વર્ષે મગફળીનો પાક તૈયાર કરવા ખેડૂતોને ડબલ ખર્ચ કરવો પડ્યો હતો. કારણ કે કમોસમી વરસાદથી જમીન એકદમ કઠણ થઈ ગઈ હતી. જેથી મોટાભાગના વિસ્તારમાં ટ્રેકટર, બળદ-સાતીનો ઉપયોગ થઈ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...