એવોર્ડ સમારોહ:કેશોદની હોસ્પિટલને આરોગ્ય મંત્રીનાં હસ્તે વિશ્વસનીયતા એવોર્ડ એનાયત

કેશોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્સર જેવી સારવાર માટે 40 કરતાં વધુ બેડની વ્યવસ્થા ઉભી કરાશે

કેશોદની સાંગાણી હોસ્પિટલને અમદાવાદ ખાતે આયોજીત એવોર્ડ સમારોહમાં ઉત્તમ સેવા બદલ દર્દીઓમાં વિશ્વસનિયત્તા ટકાવી રાખવા બદલ આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. જેમાં સાંગાણી હોસ્પિટલના ડો. રાજેશ સાંગાણી, ડો.અજય સાંગાણી, ડો. કમલ સાંગાણી હાજર રહ્યાં હતાં.

અત્રે નોંધનીય છે કે જિલ્લાતંત્ર દ્વારા એક વર્ષ પહેલાં રાષ્ટ્રિય પર્વ પર આ હોસ્પિટલને સારી સેવા બદલ ઉદાહરણરૂપ એવોર્ડ એનાયત કરાયો હતો. કેશોદની સાંગાણી હોસ્પિટલ 2006થી રાઉન્ડ ધ ક્લોક હ્રદયરોગ, બીપી, લિવર, કિડની ઉપરાંત કાન, નાક, ગળા, કીડની, પથરી, સાંધાના હાંડકાંની સર્જરી કરવા સહિતની પીએમજેવાય કાર્ડ હેઠળ સારવાર આપી રહી છે. જયારે કેન્સર જેવી સારવાર માટે 40 કરતાં વધુ બેડની વ્યવસ્થા ઉભી કરવા આશા વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...