તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો આંદોલનના માર્ગે:મોબાઈલ ટાવર બનતો અટકાવવા કેશોદના રહિશોનું પાલીકાને આવેદન

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાવરની કામગીરી નહીં અટકે તો સ્થાનિક લોકોઆંદોલનના માર્ગે

કેશોદ માંગરાેળ રોડ પર આવેલ કોમ્પલેક્ષના ત્રીજા માળે મોબાઇલ ટાવર ઉભો કરવામાં આવતાં સ્થાનીકોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી. જો કે કોન્ટ્રાક્ટરે પોતાની પાસે પાલીકાની એનઓસી હોવાથી કામ રોકાવી ન સકાય તેમ જણાવ્યું હતું. રહિશોએ પાલીકાને વાંધા આપી જરૂર પડ્યે આંદોલન કરવા પણ ચીમકી ઉચ્ચારી છે.

પીપલિયાનગરમાં રોડ નજીક આવેલ જે.ટી. કોમ્પલેક્ષના ત્રીજા માળે મોબાઇલ ટાવર બનતો હોય. તેની આસપાસના સ્થાનીકવાસીઓને જાણ થતાં મોટી સંખ્યામાં એકઠા થઇ મોબાઇલ ટાવરનું કામ અટકાવ્યું હતું. તે સમયે કોન્ટ્રાક્ટરે પાલીકાએ આપેલ એનઓસી બતાવી સ્થાનીકોની સહમતીની જરૂર નથી તેમ જણાવ્યું હતું. તેવા સમયે ત્યાં ઉપસ્થિત વોર્ડ નં.1ના શાસકપક્ષના મહિલા સદસ્યએ પાલીકા દ્વારા એનઓસી કેવી રીતે આપી તે જાણવા પ્રયત્ન કર્યો હતો. જો કે પાલીકા પોતાને ગેરમાર્ગે દોરતી હોય તેવું જાણવા મળ્યું હતું. કારણ કે અરજદારોએ મોબાઇલ ટાવર ઉભો ન થવા દેવા પાલીકા અધિક્ષકને વાંધા અરજી આપતાં જણાવ્યું કે જે કોમ્પલેક્ષ પર ટાવર થવાનો છે. તેના પહેલાં માળની બાંધકામની મંજુરી નથી તો બીજા માળ ઉપર મોબાઇલ ટાવર ઉભો કરવા પાલીકા એનઓસી કેવી રીતે આપી શકે? તેમ જણાવી કામગીરી અટકાવવા માંગ કરી.

અન્ય સમાચારો પણ છે...