તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કેશોદ પોલીસની 3 જગ્યાએ જુગાર રેડ, 20 પત્તાપ્રેમી ઝબ્બે

કેશોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મનીષપાર્કમાં રહેતાં ભાવેશ બરેજાના ઘરે જુગાર રમતાં જયેન્દ્ર મહેતા, ભરત બોરિચા, વિનય પાનસુરિયા, નારણ કોડિયાતર, શહેબાજ ચાૈહાણ, પ્રફુલ ખુંટ, કિશોર વાઢિયા, રૂડા ગરચર તેમજ શૈલેષ ડાભીને પોલીસે પકડી પાડી 24100 રોકડ સહિત 1,25,000 મુદામાલ કબ્જે કરી મકાન માલીક સહિત 10 વિરૂધ્ધ ગુન્હો નોંધ્યો હતો તેવી જ રીતે કણેરી ગામે નારણ હીંગરાજિયાના રહેણાંક મકાનના ડેલા નજીક બજારમાં જાહેરમાં જુગાર રમતાં લાલજી હિંગરાજિયા, મગન હિંગરાજિયા, મહેશ દેસાઇ, મીલન ત્રાંબડિયા સહિત 5 વિરૂધ્ધ ગુન્હો નોંધી 11420 રોકડ જપ્ત કરી હતી ઉપરાંત શહેરના ગાયોના ગોંદરા નજીક જુગાર રમતાં 5 શખ્સોને 3200 રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ કુલ 20 જુગારીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી 1,39,620 નો મુદામાલ કબ્જે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...