તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:કેશોદ પાલીકાના વાહનો ઠાંસોઠાંસ કચરો ભરે છે, લોકોમાં ભારે રોષ

કેશોદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક

કેશોદમાં કચરો એકઠો કરી ડમ્પીંગ સ્ટેશનો પર લઇ જતાં ખુલ્લા ટ્રેક્ટરોમાંથી કચરો ઉડીને રાહદારીઓ પર ઉડે છે. તેના પર કપડું ઢાંકવામાં આવતું ન હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. કેશોદ શહેરની આ તસ્વીરમાં ઠાંસોઠાંસ કચરો ભરેલું ટ્રેક્ટર શરદ ચોકમાં ઉભું છે. તેની પાસે કપડું હોવા છતાં કચરા પર ઢાંક્યું નથી. પવન આવતાંની સાથે જ આ કચરો રાહદારીઓ પર પડે છે.

આ અંગે સફાઇ કર્મીઓને પુછતાં એવો ખુલાસો આપ્યો કે, બાજુમાં રહેલા સમાજમાંથી હજુ કચરો ઉઠાવ્યો જ છે. હવે અમે ઢાંકવાનાજ હતા. અગાઉ પણ શહેરીજનો આ બાબતે ચીફ ઓફીસરને રજૂઆત કરી ચૂક્યા છે. જેનું પરીણામ ન મળતાં લોકોમાં રોષ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો