જવાબ ન મળતાં અરાજકતા:કેશોદ પાલિકાએ વેપારી પાસેથી લાયસન્સ રિન્યુ ઉપરાંત 200 રૂપિયા વધુ વસૂલ્યા

કેશોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ કરેલી અરજીનો જવાબ ન મળતાં લોકોમાં અરાજકતા

કેશોદ પાલીકાએ નોંધણી પ્રમાણપત્ર રિન્યું ફી સાથે અન્ય ફીના નામે 200 જેવી રકમ વધુ વસુલતાંં વિવાદ સર્જાયો હતો. આ અંગે એક વેપારી સામાન્ય અરજી કરી વસૂલાતનો જવાબ માંગ્યો હતો. પાલીકાએ ધંધો રોજગાર કરનારાઓ પાસેથી વ્યવસાય વેરો વસૂલવા અને નોંધણી પ્રમાણપત્ર રિન્યું કરવા ચોપાનીયા મારફતે જાહેરાત કરી હતી.

જે પૈકી નિયમીત લાયસન્સ રિન્યુ કરાવતાંં રાજશભાઇ વાછાણી નામના વેપારીએ પ્રત્ત્યેક વર્ષના 20 લેખે 3 વર્ષની 60 જેવી રકમ ભરી હતી. જેમાં અન્ય ફીના નામે રૂ.200 વધુ વસૂલ કર્યાં હતા. તેથી વેપારીના ભાઇ ગોરધનભાઇ જમનાદાસ વાછાણીએ આ તમામ રકમ જમાં કરાવી કયા કારણોસર અન્ય ફીના નામે વધુ ફી વસૂલવામાં આવી છે. તેનો સામાન્ય અરજી કરી જવાબ માંગ્યો હતો. પરંતુ પાલીકા જવાબ ન આપતા વિવાદ વકર્યો છે.

પાલીકાએ નાગરીક અધિકારપત્રનું પાલન ન કર્યું
કેશોદ પાલીકાએ સામાન્ય અરજીનો જવાબ આપવા નાગરીક અધિકારપત્રનું પાલન કરવુું જોઇતું હતું. હવે તેમ ન થતાં અરજદારે આરટીઆઇથી માહિતી માંગી છે.

અન્ય સમાચારો પણ છે...