અભિગમ:કેશોદ-માંગરોળમાં 8 સેમી બાયોમેટ્રીક એનેલાઇઝર, 14 સ્ટ્રેચર ફાળવાયા

કેશોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળ બાદ પશુ પાલન મંત્રીનો આરોગ્યલક્ષી અભિગમ, સૌથી વધુ ગ્રાન્ટ આરોગ્ય વિભાગને ફાળવી

કેશોદની કેવદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફુલી ઓટો એનેલાઈઝર, એક સ્ટ્રેચર, એક વ્હીલ ચેર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી હતી. જેનનું લોકાપર્ણ પશુપાલન મંત્રી દેવાભાઈ માલમના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું કે, કોરાના કાળ બાદ તેમને મળતી રૂ.1.5 કરોડની ગ્રાન્ટમાંથી સૌથી વધુ આરોગ્ય વિભાગને અપાય છે.

અને ખાસ કરીને દર્દીઓને સ્થળ પર સારવાર મળી રહે એ માટે પ્રયાસો કર્યા છે. ત્યારે કેશોદ અને માંગરોળ તાલુકામાં 3 ફુલી, 8 સેમી બાયોમેટ્રીક એનેલાઇઝર, 14 સ્ટ્રેચર, 14 વ્હીલ ચેર ફાળવાઈ છે. આ તકે નરેન્દ્રભાઈ દેત્રોજા, ભરતભાઇ વડારિયા, ગોવિંદભાઈ બારિયા, વિઠ્ઠલભાઇ ડોબરિયા, જયેશભાઈ લાડાણી, દેવાભાઈ ખાંભલાં સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. પીએચસી ડોક્ટર દિપેશ બારિયા, સ્ટાફ તેમજ સરપંચ દ્વારા દર્દીની સુવિધામાં વધારો થતાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...