ફરીયાદ:કેશોદમાં યુવાનના ખિસ્સા આડે બેગ રાખી મોબાઈલ સેરવી લીધો

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે સ્ટેશન પાસે પાનના ગલ્લે બનેલી ઘટનામાં સીસીટીવી ફુટેજ સામે આવ્યાં

કેશોદ રેલવે સ્ટેશન નજીક આવેલ પાન ના ગલ્લે શિલોદર ગામના એક વ્યક્તિ ઉભા હોય કોઈ અજાણ્યાં શખ્સે આવી તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન બઠાવી લઈ રફુચક્કર થયો હતો. આ ઘટના ના સીસીટીવી ફુટેજ જોવા મળતાં પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી વિગત મુજબ કેશોદના શિલોદર ગામના રહેવાસી ગંભીરભાઈ કાળાભાઈ ખેર કેશોદ રેલવે સ્ટેશન નજીક માવો ખાવા એક પાન ના ગલ્લે ઉભાં હોય એક તસ્કરે આવી ધ્યાન ન પડે તે રીતે થેલી આડી રાખી ખિસ્સામાંથી મોબાઈલ ફોન સરકાવી લીધો હતો.

મોબાઈલ ગુમ થયાનો પાછળ થી ખ્યાલ આવતાં તેમણે પાનના ગલ્લે રહેલ સીસીટીવી કેમેરા ચેક કરાવતાં સમગ્ર ઘટનાના ફુટેજ સામે આવ્યાં હતાં. જેમાં એક અજાણ્યાં શખ્સે થેલી આડી રાખી મોબાઈલ ફોન ખિસ્સામાંથી સરકારવતો જોવા મળ્યો હતો. આથી ગંભીરભાઈ એ મોબાઇલની ચોરી થયાની અજાણ્યાં શખ્સ વિરૂદ્ધ લેખિત પોલીસ ફરીયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...