તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સબસીડી:કેશોદના ખેડૂતોને કેલ્શિયમ નાઈટ્રેટ ખાતરમાં 50 ટકા સબસીડી મળશે

માણેકવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સબસીડી માટે ગ્રામ સેવક પાસે જ અરજી થઈ શકશે, કાગળો રજૂ કરવા પડશે

સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે. જેથી ખેડૂતોને ખાતર, બિયારણ સહિતની વસ્તુઓ ઓછી કિંમતે મળતી હોય છે. ત્યારે જ કેલ્શિયમ નાઈટ્રેટ ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવનાર છે. જેમાં 50 ટકા સબસીડી આપવામાં આવશે. જેમનો લાભ લેવા જણાવાયું છે. પાકનું સારૂ ઉત્પાદન મેળવવા માટે ખાતર જરૂરી છે.

જો કે બજારમાં મળતા મોંઘાદાટ ખાતર ખેડૂતોને પોસાય તેમ નથી. જો કે સરકાર દ્વારા સબસીડી જાહેર કરાઈ છે. ત્યારે જ વાત કરીએ કેશોદ ખેતીવાડી શાખાની તો કેલ્શિયમ નાઈટ્રેટ ખાતર માટેની યોજના શરૂ કરાઇ છે. જે મેળવવા માટે 8-અની નકલ, આધાર કાર્ડ સાથે નજીકના ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે. અને ચકાચણી બાદ ખાતર આપવામાં આવશે જેમાં 50 ટકા સબસીડી મળશે.

છોડને જરૂરી તત્વો મળે છે
આ અંગે કેશોદ ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી ગજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ ખાતર જે તે પાકના છોડને જરૂરી તત્વો આપે છે. અને દાણો ભરાવદાર અને ચમકદાર થાય છે. જેથી પાકની સારી એવી કિંમત મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો