જૂનાગઢ:કેશોદ ઘઉં ખરીદ કેન્દ્ર પર 10ને બોલાવ્યા પણ એકેય ન આવ્યા

કેશોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બારદાનની ઘટથી કામગીરી ધીમી,હજુ 369 ખેડૂત બાકી

સરકારી ગોડાઉન ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે.અને ઘઉંના વેંચાણને લઈ 769 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી.જેમાં 400 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા.જેમાંથી 150 ખેડૂતોના ઘઉંનો તોલ પણ થઈ ગયો છે.હજુ 369 ખેડૂતો બાકી છે.ત્યારે જ શનિવારની વાત કરીએ તો 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા.પરંતુ એક પણ ખેડૂત આવ્યા ન હતા.જો કે જ્યાં સુધી સરકારની સૂચના નહીં મળે ત્યાં સુધી આ કેન્દ્ર પર ઘઉંની ખરીદી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.તેમજ બારદાનનો જથ્થો પૂરતો ન હોય જેથી ખરીદી ધીમી ગતિએ ચાલી રહી છે.જે અંગે પણ યોગ્ય કરવા માંગ ઉઠવા પામી છે. ટેકાના ભાવે ખરીદીમાં ક્યારે વારો આવશે સમયસર નાણાં નહીં મળે તો તેવા ભયથી અનેક ખેડૂતોએ ઓછા ભાવે બજાર માં ઘઉંનું વેંચાણ કરી નાખ્યું હોવાથી આ કેન્દ્ર પર ઘઉંની નહિવત આવક જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...