પુણ્યતિથિ:કેશવ કલિમલહારી બાપુની 40 મી પુણ્યતિથિ ઉજવાશે,વિવિધ કાર્યક્રમ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપ્રસાદનું પણ આયોજન,તૈયારીઓ શરૂ કરવામાં આવી

કેશોદ તાલુકાના શેરગઢ - અજાબ ગામ ના સીમાડે આવેલા પૂજ્ય કેશવ કલીમલીહારી બાપા ની તપોભૂમિ ખાતે તેમની 40 મી પુણ્યતિથિ નિમિત્તે 8 નવેમ્બરના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આશ્રમ માં આજે પણ બાપુ ના સમય થી ચાલતી પરંપરા મુજબ ટ્રસ્ટ દ્રારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ ઉજવણીને લઈ શેરગઢ,અજાબ ગામના યુવાનો પણ સેવાકીય કાર્યમાં જોડાયા છે. જયારે બાપુ 30 નવેમ્બર 1982 ના બ્રહ્મલીન થયા હતા ત્યારથી જ ટ્રસ્ટ દ્રારા આશ્રમમાં પુણ્યતિથિની ઉજવણી કરાઈ છે.આ વર્ષે પણ ઉજવણી કરાશે અને દર્શન,સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હોવાનું હિરેનભાઈ રાજપોપટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...