હાલાકી / કેશાેદના ઇન્દ્રાણા રોડ એપ્રોચ રોડ ઉંચો બનતા કાદવ-કીચડનું સામ્રાજ્ય

Keshad's Indrana Road Approach Road The rising mud-swamp kingdom
X
Keshad's Indrana Road Approach Road The rising mud-swamp kingdom

  • પાણીના નિકાલને લઈ યોગ્ય વ્યવસ્થા ન હોઈ લોકોને હાલાકી

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

કેશાેદ. કેશાેદના છેવાડાના ગણાતાં ઇન્દ્રાણા ગ્રામજનાેએ ચાેમાસા દરમિયાન ગામમાં પ્રવેશતાં જ મુખ્ય રસ્તાં પરથી  કાદવ કીચડવાળા પાણીમાંથી પસાર થવું પડે છે અને જયાં સુધી પાણી ભરાયેલ હોય અને પશુઓ,વાહનો પસાર થતા હોય જેથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ગંદકીઆરાેગ્ય માટે હાનીકારક છે તેમ છતાં ન તાે અહીંયા આરાેગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરવામાં આવે છે કે ન તાે ગ્રામ પંચાયત આ રાેડનું લેવલ કરવા તસ્દી લે છે જેથી ગામના જ વેપારી અગ્રણી ધીરૂભાઇની આગેવાની હેઠળ ગ્રામજનાેએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.અને યોગ્ય વ્યવસ્થાની માંગ કરી છે.આ અંગે ગ્રામ પંચાયતનાે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે જિલ્લા પંચાયત દ્વારા સુવિધા પથ એપ્રાેચ રાેડ બનતાં ગામનાે મુખ્ય રાેડ નીચાે થયાે છે તેથી હવે કાં તાે ગટર બનાવવી પડે અને કાં તાે માેટાે રાેડ બનાવવાે પડે જેના માટે માેટી ગ્રાંટની જરૂર પડે જે હાલ શકય નથી.

હાલ ગ્રાંટ નથી
સરપંચ પતિ રાજેશભાઇ મહાવદિયાએ જણાવ્યું કે હાલ ગ્રાંટ ન હાેય તેથી પાણી નિકાલ માટે ગટર કે રાેડ બનાવી શકાય તેમ નથી ગ્રાંટ આવ્યા બાદ જ કામગીરી શક્ય થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી