તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુરસ્કાર:કેશાેદના વેપારીને શ્રેષ્ઠ પશુપાલક તરીકે રૂ.1 લાખનાે પુરસ્કાર, દરેકે 1 ગાય રાખવી જોઇએ

કેશાેદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હ્રદયરાેગ આવતાં ગાય રાખવાની પ્રેરણા મળી આજે 2 નંદી સહિત 14 ગાૈપશુધન

કેશાેદમાં મેડીકલ વ્યવસાય સાથે સંકળાયેલા રાજેન્દ્રપ્રસાદ ઉર્ફે રાજુભાઇ નાૈતમભાઇ કનાેજિયાનો ભાટ સીમરાેલી ખાતે આવેલી શ્રી હરિકૃષ્ણ ગાૈશાળાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે સરકાર તરફથી સુશાસન ઉજવણી સમયે જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે રૂ.1 લાખનાે પુરસ્કાર આપાયો હતાે. પશુપાલનની પ્રેરણા અંગે રાજુભાઇએ જણાવ્યું કે પાેતે મેડીકલ વ્યવસાય સાથે સંકળાયેલા હાેય તેથી અવારનવાર તેઓ સાંભળતાં કે આજકાલ ખાેરાકમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનું પ્રમાણ વધતાં રાેગ વધ્યાં છે.

એવા સમયે રાજુભાઇને હ્રદય રોગનો હુમલાે આવતાં કાેઇએ તેમનુું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે ગાયનું દુધ પીવા સલાહ આપી હતી. આ સલાહ મુજબ તેમણે તેમણે ગાય ખરિદી હતી અને તેનું નામ ગાૈરી રાખ્યું હતું. આમ તેમણે ગાયાેનું ધાર્મિક મહત્વ અને તેના દુધ, દહીં, છાશ, ઘી જેવા ખાેરાકની તંદુરસ્તી માટે ઉપયાેગીતા જાેતાં ગાૈવંશ વધારવા નિર્ણય કર્યાે હતાે. આજે તેની પાસે જાતવાન ઔલાદમાં નંદી 2 અને જાતવાન 12 નાની માેટી ગીર ગાય છે. અને ખર્ચ કાઢતાં તેમને રાેજની 1000 ની કમાણી પણ થાય છે. ગાય લેવાની ના પાડતો તેમનાે પરીવાર આજે આ કામમાં જાેતરાઇ ગયાે છે.

રાજુભાઇએ જણાવ્યું કે મને સાંધા ઝકળાઇ (ફાેઝન સાેલ્ડર) જવાની બિમારી હતી. જે ગાયાેના શરીર પર હાથ ફેરવવાથી મટી ગઇ છે. આમ તેઓ લાેકાેને રવીવારે પાેતાની ગાૈશાળાએ બાેલાવી ગાયનું ધાર્મીક અને શારિરીક દ્રષ્ટિએ મહત્વ સમજાવી પરીવાર દીઠ 1 ગાય વસાવવા અપીલ પણ કરે છે.

ગાૈધન પશુપાલન માટે સુચન અને અપીલ
સરકારી યાેજના માટે પેપર વર્ક સહેલું કરવું જાેઇએ, ગામાે ગામ ગાૈચર સુરક્ષિત રાખવું જાેઇએ, ગાૈચર હરીયાળું બને તે માટે સિંચાઇ પધ્ધતિનાે અમલ, ગામ દીઠ જાતવાન આૈલાદ માટે જાતવાન નંદી રાખવાે, દરેક પરીવારે 1 ગાય પાળવી જાેઇએ.

વ્યવસાયીક ઉપાર્જન
આજે આ ગાૈશાળાની ગાયાે દ્વારા પ્રાપ્ત થતાં દુધ લિટરના 70, ઘી કિલાેના સ્થાનીક 1500 બહારગામ 2000, છાશ લિટરના 20 ભાવ ઉપજે છે જેથી ખર્ચ બાદ કરતાં રાેજની 1000 ની કમાણી થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો