તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કેશાેદ પાેલીસે માેબાઇલ ફોનની તસ્કરી કરતાં યુવકને ઝડપી પાડ્યાે

કેશોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 માેબાઇલ, 5 પેનડ્રાઇવ અને ચાંદીના ઘરેણાં સહિત 11080 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો

કેશાેદ પાેલીસ સ્ટાફ દ્વારા પેટ્રાેલીંગ સમયે શંકાસ્પદ યુવકની પુછપરછ કરતાં તેણે પાેલીસ સ્ટેશનમાં નાેંધાયેલા જુદા જુદા બે ગુન્હાઓ હેઠળ માેબાઇલ ચાેરી કર્યાનું કબુલ્યું હતું. પાેલીસે માેબાઇલ, પેનડ્રાઇવ, રાેકડ સહિતનાે રૂપિયા 1,1080 મુદામાલ કબ્જે કર્યો હતો.

બનાવની મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પીઆઇ ચાૈહાણ, પીએસઆઇ ચુડાસમા, પાે હે કાે પી એમ બાબરિયા, પાે કાે કિરણભાઇ ડાભી, કનકભાઇ બાેરિચા, પશવંતસિંહ યાદવ, સંજયસિંહ ઝાલા, જયેશભાઇ ભેડા, માનસીંગભાઇ ભલગરિયા સહિતના પાેલીસ સ્ટાફે બાતમી આધારે વેરાવળ રાેડ પર આવેલા ગળાેદરના ચાેકડીએ ખુલ્લાં રહેતાં અને મજુરીકામ કરતાં અમિત ઉર્ફે કરણ દિનેશભાઇ વાઘેલા (ઉ વ 19 )ને શંકાના આધારે પુછપરછ કરતાં તેણે કેશાેદના મેઇન રાેડ પર બજાજ શાે રૂમ નજીક માેબાઇલ ચાેરી કર્યાનું કબુલ્યું હતું. પાેલીસેે યુવક પાસેથી 8 માેબાઇલ, 5 પેઇન ડ્રાઇવ, ચાંદીની ચીજવસ્તુઓ, રાેકડ સહિત 1,1080 નાે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...