તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કેશાેદ Dysp કચેરી વિરૂદ્ધ નર્મદાના પાણી ચાેરીની રાવ

કેશોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પા. પુ. બાેર્ડના કર્મચારીઓ સામેલ હાેવાનાે ફરીયાદીનાે આક્ષેપ
  • ઘટનાની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા ઉઠી માંગ

કેશોદ ડીવાયએસપી કચેરીની બાજુમાંથી પસાર થતી નર્મદાની પાણીની લાઇનમાંથી પાણી ચોરીની રજુઆત કરાઇ છે. તેમજ આ પાણી પુરવઠા બોઠનાં કર્મચારકીઓ સામેલ હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કેશાેદના માંગરાેળ રાેડ પર આવેલ વિભાગીય નાયબ પાેલીસ અધીક્ષક કચેરી વિરૂધ્ધ નર્મદાની પાઇપ લાઇનમાંથી પાણી ચાેરી કરાતી હાેવાની પાણી પુરવઠા બાેર્ડને લેખિત ફરીયાદ કરી છે.

ફરીયાદી અલ્પેશકુમાર ચંદુભાઇ ત્રાંબડિયાએ ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બાેર્ડ નાયબ કાર્યપાલક ઇજનેરને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, ડીવાયએસપી કચેરી દ્વારા બાજુમાંથી પસાર થતી નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર પાણી ચાેરી કરવામાં આવી રહી છે. આ પાણી ચાેરીમાં પાણી પુરવઠા વિભાગના કેટલાક કર્મચારીઓ પણ સામેલ છે. આ ઘટનાની તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...