તંત્ર સાબદું:કેશાેદનાે ઘેડ પંથક સંપર્ક વિહાેણાે બન્યાે, હાેડી ફાળવાઇ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
150 લોકોનું રેસ્કયુ કરાયુ હતુ. - Divya Bhaskar
150 લોકોનું રેસ્કયુ કરાયુ હતુ.
  • ઇમરજન્સીને ધ્યાને રાખી એનડીઆરએફની ટીમને વંથલી તાલુકામાં ખસેડાય

કેશાેદ પંથકમાં મંગળવારની વહેલી સવારે 3 કલાકમાં 4 થી 6 ઇંચ વરસાદ પડતાં ઉપરવાસના વરસાદથી ગરકાવ ઘેડ પંથકના ગામાેની મુશ્કેલીઓ વધી હતી. ઉપરવાસમાં વરસાદ પડતાં પાણીની ખુબ આવક હાેય તેવા સમયે વહેલી સવારે ખાેલવામાં આવેલા સાંબલી નદીના 6 દરવાજાને કારણે ઘેડ પંથક જળબંબાકાર થયાે હતાે. .

ઓઝત નદી કાંઠાના બામણાસા ગામે 4 જયારે બાલાગામ ખાતે 2 જગ્યાએ પાળા તુટવાની ઘટના બનતાં જમીન ધાેવાણ થવાની સાથે હજારાે એકરમાં પાણી ફરી વળ્યાં હતાં, જેને કારણે કેશાેદના બામણાસા ઘેડ, સરાેડ, અખાેદર બાલાગામ સંપર્ક વિહાેણાં બન્યાં હતાં. તંત્રએ બામણાસા ઘેડ ગામે એક હાેડી ફાડવી હતી જયારે ત્યાં તૈનાત કરાયેલી એનડીઆરએફની ટીમની વંથલી તાલુકામાં જરૂરિયાત હાેય ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...