તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કેશોદનાં ભાટસીમરોલીમાં ખેડૂતોને જાણ કર્યા વિનાજ મંડળીના સભ્ય બનાવી દેતાં હલ્લાબોલ

કેશોદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નોંધણી પહેલાંજ મૃત્યુ પામેલાને પણ સભાસદ બનાવી દીધા : વિરોધ થતાં પ્રમુખે મંડળીનું રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી પૂર્ણ થયાનું જણાવ્યું

કેશોદના ભાટ સીમરોલી ગામે ખોટા દસ્તાવેજાે ઉભા કરી ખેડુતોને તેમની જાણ બહારજ સભાસદો બનાવી દેવાતાં બોગસ મંડળી ઉભી કરાયાના આક્ષેપ સાથે ખેડૂત સભાસદોએ હલ્લાબોલ કર્યો હતો. અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. કેશોદના ભાટ સીમરોલીમાં 1 વર્ષ પહેલાં મહેન્દ્રભાઇ ભોજાભાઇ ભેડા દ્વારા રામેશ્વર સેવા સહકારી મંડળીની સ્થાપના કરી તેનું રજીસ્ટ્રેશન કર્યું હતું. સમય જતાં ગામના ખેડુતો ધિરાણ લેવા બેંકમાં ગયા હતા. જ્યાં બેંક દ્વારા આપવામાં આવેલી એનઓસીમાં રામેશ્વર સેવા સહકારી મંડળીનો ઉલ્લેખ કરાયો હતો.

આ મંડળીથી ખેડુતો અજાણ હતા. આથી તેઓને મંડળીજ બોગસ હોવાની શંકા જતાં આરટીઆઇ હેઠળ માહિતી માંગી હતી. જેમાં 101 સભાસદો હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકીના કેટલાક ખેડુત સભાસદોએ પોતાને તો સભાસદ બન્યાની જાણ સુદ્ધાં નહોતી. આથી તેઓની જાણ બહાર ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી ખોટી સહીઓ કરીને સભાસદ બનાવ્યાની જાણ થઇ હતી. આથી તેમાનાં 39 સભાસદોએ પાેતે ભવિષ્યમાં ખોટી રીતે બદનામ ન થાય અને તેેેની સાથે મંડળીએ છેતરપીંડી કર્યાનો આરોપ લગાવી જીલ્લા રજીસ્ટ્રાર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેના 3 મહિના વિતવા છત્તાં અધિકારીઓએ તપાસ ન કરતાં આ પ્રકરણમાં ઢાંકપિછોડો કરાતો હોવાનો આરોપ લગાવી આજે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો.

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તટસ્થ તપાસ ન થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી આપી હતી. આ સાથે બોગસ મંડળીના જવાબદારોને કડક સજા કરવા માંગ પણ કરી હતી. ખેડુતોએ પોલીસને લેખિતમાં એવી જાણ પણ કરી હતી કે, મંડળીના રજીસ્ટ્રેશન પહેલાં મૃત્યુ પામેલા ખેડુતોને પણ સભાસદ બનાવી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો