હાલાકી:કેશોદમાં ત્રણ વિભાગનાં આયોજનનાં અભાવે માંગરોળ રોડ પર અસુવિધા

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 વર્ષમાં વોર્ડ-1નાં 10 પાલિકા પ્રમુખ છત્તા અનેક અસુવિધા
  • લાઈટ​​​​​​​ વ્યવસ્થા, એટીએમ શરૂ કરી રોડની યોગ્ય જાળવણી કરો

કેશોદ શહેરનાં માંગરોળ રોડ પર દિવસભર લોકોની અને વાહનોની અવરજવર જોવા મળતી હોય છે. પરંતુ આ મુખ્ય રોડ પર જ અસુવિધાઓ હોય જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ટ્રાફિકનાં લીધે છાશવારે અકસ્માતનાં બનાવો બની રહ્યાં છે.

કેશોદ શહેરનાં આ માર્ગનો વોર્ડ-1માં સમાવેશ થાય છે. અને આ વોર્ડમાંથી 30 વર્ષમાં ચૂંટાયેલા 30 સદસ્યો પ્રમુખપદ સંભાળી ચૂક્યા છે. તેમ છતા આ માર્ગની હાલત દયનિય છે. અને લાઈટ, એટીએમ સહિતની સવલતોનો અભાવ જોવા મળી રહ્યો છે.

માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં આ રોડ ચારચોકથી શેખગેરેજ સુધી ભુગર્ભ ગટર બન્યા બાદ મેનહોલ લેવલીંગ થયું નથી. આ સાથે અમુક વેપારીઓ દુકાનની બહાર રોડ નજીક માલસામાન રાખતા હોય જેથી ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. આ સાથે વીજ પોલ અને ટીસી પણ ટ્રાફિકને અડચણરૂપ થઈ રહ્યાં છે. જેથી તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરી આ માર્ગ પર સુવિધાઓ ઉભી કરી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ડીવાઈડર, ફૂટપાથ બને તો અકસ્માત અટકે
તાલુકા સેવા સદન, ડીવાયએસપી કચેરી આવેલ હાેય ભવિષ્યમાં તાલુકા પંચાયત બનવાની હાેય રાેડ પર ડિવાયડર અને ફુટપાથ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવે તાે ભવિષ્યમાં ટ્રાફીક સમસ્યાેઓ હળવી બની શકે તેમજ ભારેખમ વાહનોને અમુક કલાકો માટે પ્રવેશ દેવામાં ન આવે તે પણ જરૂરી છે.

બધા વિભાગે સંકલનથી કામ કરવું જોઇએ
કેશાેદનો માંગરાેળ રાેડ વિકસીત બને તે માટે પાલીકા, પીજીવીસીએલ અને સ્ટેટ માર્ગ અને મકાન વિભાગે સાથે મળી આયાેજન બધ્ધ કામ લેવું જાેઇએ. - વેપારી ઘનશ્યામભાઇ પટાેડિયા

અન્ય સમાચારો પણ છે...