તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગતરાય ગામની ઘટના:આરોપીના ઝુપડાંને આગ ચાંપી દેતા બળીને ખાખ, 7 સામે ફરીયાદ

કેશાેદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘેટાનું માેત, ઘાસચારાે તથા ઘરવખરી બળી રાખ થઇ ગઈ

કેશાેદના અગતરાય ગામે 2 દિવસ પહેલાં પશુનાે ઘાસચારાે લેવા જતી એક મહિલાને પતી-પત્નીએ ઠસડી, બાંધી માર માર્યાે હતાે. આ ઘટનામાં પતિ-પત્ની બંન્ને વિરૂધ્ધ પાેલીસમાં ફરીયાદ નાેંધાઈ હતી.

આ ઘટનાને 72 કલાક વિતી ગાયા હોવા છતાં મુખ્ય આરાેપી પોલીસ પકડથી બહાર છે. ત્યાં જ ભાેગ બનનાર મહિલાના દિકરા, ભત્રીજા સહિત 7 શખ્શાેએ આરાેપીના ઝુંપડાને આગ ચાંપી હતી. જેમાં 1 ઘેટુ (પશુ) દાઝી જતાં માેતને ભેટ્યું હતું. અને પશુનાે ઘાસચારાે તેમજ ઘરવખરી બળી જતાં નાશ પામી હતી. પાેલીસે કાનાના વૃધ્ધ માતાની ફરીયાદ નાેંધી તપાસ હાથ ધરી છે.

72 કલાક વિતવાં છતાં મુખ્ય આરાેપી પાેલીસ પકડથી દુર
ફરીયાદ સમયે પાેલીસ સ્ટેશને રજૂઆત કરવા પહાેંચેલ ગામલાેકાેને મુખ્ય આરાેપી કાનાને 24 કલાકમાં પકડી લેવાની પાેલીસે હૈયાધારણ આપી હતી. જેના 72 કલાક વિતવાં છતાં પાેલીસ હજુ તેના સુધી પહાેંચી સકી ન હતી.

ઝુપડું સળગવાની ઘટનામાં શંકા કુશંકા
મહિલાને માર મારવાની ઘટના બાદ આ ઝુપડામાં રહેતી આરોપી કાનાની વૃધ્ધ માતા અને 7 બાળકાે પર ગામલાેકાે હુમલાે ન કરે તે માટે પાેલીસનાે 24 કલાક ચાેકી પહેરાે હતાે. તાે ઝુપડું સળગાવવાની ઘટના કેવી રીતે બની તેમજ ઝુપડું સળગ્યું તેની 2 થી 3 કલાક પહેલાં આરોપી કાનાએ દવા પીતો વીડિયાે સાેશ્યલ મીડિયામાં વાયરલ કર્યાે હતો. પછી ઝુપડું કેમ સળગ્યું તેવા સવાલ સામે આગની ઘટનામાં શંકા-કુશંકા જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો