કેશોદ એરપોર્ટ રોડ નજીક આવેલ વોર્ડ નં-8માં આવતાં ગીતાનગરના રહેવાસીઓએ લાંબા સમયથી ગટર ઉભરાતી હોય ગટર જામ થઈ થતાં પાણી છલકાઈને રોડ પર આવી રહ્યું છે. તેના નિકાલ માટે પાલીકાએ બાળ ક્રિડા ગણ પ્લોટમાં નહેર ખોદી જમા થતું ગટરનું પાણી ઉતાવળી વોકળામાં વહેતું કરવામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.
પરંતુ આ સમસ્યાં લાંબા સમયથી હોય ખુલ્લી જગ્યામાં ગટરનાં પાણીની રેલમછેલ થતા બદબુ મારી રહ્યું છે. અને નજીકમાં જ બાળ ક્રિડાગણ, જાહેર રોડ હોય રાહદારીઓને પસાર થવા માટે મોઢે મુંગો બાંધી પસાર થતાં હોય તેવી પરિસ્થિતી નિર્માણ પામી છે.
આસપાસમાં રહેણાંક મકાન આવેલાં હોય આ પાણી લોકોના આરોગ્ય સામે જોખમ ઉભુ કરે એવી ભિતી સેવતા લોકો વિરોધ નોંધાવી રહ્યાં છે. આ વોર્ડના સદસ્ય પાલીકા ઉપપ્રમુખ હોય અન્ય સદસ્યો ઉંચા હોદ્દા ભોગવતાં હોય છતાં લોકોની સમસ્યા તરફ ધ્યાન આપવામાં આવતું ન હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.
શું કહે છે પાલિકા ઉપપ્રમુખ ?
આ અંગે પાલીકા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસે 15 દિવસ પહેલાં આ વિસ્તારના એક ડોકટરની ફરિયાદ આવી હતી પરંતુ બ્રેકર મશીન ન હોવાથી મોડું થયું છે. એકાદ દિવસમાં ગટરનું કામ થઈ જશે તેમ જણાવ્યું હતું.
શું કહે છે ચીફ ઓફિસર ?
આ અંગે કેશોદ પાલીકા ચીફ ઓફિસર નિલમબેન ઘેટિયાએ જણાવ્યું હતું કે આ લાંબા સમયથી ગટર ઉભરાવાની બાબતે હું એન્જીનયરને સુચના આપી કામ કરાવી આપું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.