તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કેશાેદના અજાબ ગામે યાંત્રિક જુગારના સુત્રધારાે પકડાયા

કેશાેદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એચએસ ઓનલાઇન માર્કેટીંગ કંપનીની ફ્રેન્ચાઈઝી મારફત જુગાર રમાડતો હતો
  • પાેલીસે 92140 મુદ્દામાલ સાથે 9 આરાેપીઓને પકડી પાડ્યા

કેશાેદના અજાબ ગામે ગામના બે યુવાનાે દ્વારા દુકાન ભાડે રાખી એચએસ ઓનલાઇન માર્કેટીંગ કંપનીની ફ્રેન્ચાઈઝી મારફત 1 થી 10 આંકડાનો 11 આંકના ગુણાંકમાં જુગાર રમાડતો હતો. જેમાં દર 15 મિનીટ બાદ ડ્રો રાખવામાં આવતો. જેના પર હારજીત પર યંત્ર, વાસ્તુશાસ્ત્ર કે કેંગશુઇ જેવી કોઇ ચિજવસ્તુને બદલે ચાંદીના સિક્કા હાેવા છતાં રૂ.100 રોકડા ચૂકવી જુગાર રમાડાતો હતો. આથી પોલીસે ધનસુખ કેશુભાઇ વેકરિયા, ચિરાગ અનીલભાઇ બાબરિયા અમીત માંડાભાઇ વાજા પરેશ હરીભાઇ ભુવા કિશાેર નરસિંહભાઇ અઘેરા વિજય કનુભાઇ ગરેજા ભરત ભાણજીભાઇ સગારકા વેલા લગધીરભાઇ ઠાકાેર હાર્દિક પાેપટભાઇ જાેરાને પકડી પાડ્યા હતા.

પોલીસે તેની પાસેથી રૂ.25,240ની રોકડ, ઇલાેટ્રાેનીક સાધનાે રૂ.51,900 ચાંદીના સિક્કા કિંમત રૂ.5,500 સહિત કુલ રૂ.92,140ની કિંમતનાે મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો