તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વિતિય ધર્મ સિધ્ધાંત સભા:કેશાેદમાં યાેજાયેલી ધર્મ સિધ્ધાંત સભામાં હરીભક્તાેમાં રાેષ

કેશાેદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવાનાેએ કમિટીની રચના કરી, સાેશ્યલ મીડિયાના માધ્યમથી ગુજરાત ભરમાં અનેક સભાઓ યાેજશે

કેશાેદ સ્વામીનારાયણ મંદિર જુના પ્લાેટના હરિભક્તાે તેમજ સત્સંગ સમાજ દ્વારા ધર્મની રક્ષા કરવા દ્વિતિય ધર્મ સિધ્ધાંત સભાનું આયાેજન કરવામાં આવ્યું હતું. આ સભામાં તાલાળા, સાસણ, વેરાવળ, માળિયા, માણાવદર, આંબલિયા, પંચાળા દેશના હરિભક્તાે ભાઇઓ બહેનાે હાજર રહ્યા હતાં.

વકત્તાઓએ તાજેતરમાં ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં બનેલી સંપ્રદાયના સિધ્ધાંત વિરૂદ્ધ ઘટનાને વખાેડી વડતાલ, ગઢડા અને જુનાગઢ મંદિર ટ્રસ્ટાેમાં થઇ રહેલી ગેરરીતીઓનાે વિરાેધ કરવા ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદાેલન કરવા આયાેજન કરવા આ ધર્મ સભાનું આયાેજન કરવામાં આવ્યું હતુું.

સભા દરમિયાન સંપ્રદાયને બચાવવા યુવાનાેની એક કમિટી બનાવવા હાકલ કરાતાં માેટી સંખ્યામાં યુવકાે આગળ આવ્યાં હતાં. હવે પછી યુવાનાે ધર્મ બચાવવા આંદાેલનને આગળ ધપાવવા અનેક ધર્મસભાઓ યાેજી જેનાે પ્રચાર પસાર સાેશ્યલ મીડિયાના સહારે કરશે. આવનાર સમયમાં 1 લાખ સત્સંગીઓ એકઠા કરવા યાેજના બનાવવામાં આવી રહી છે. રાજકાેટ જિલ્લાના ભુપગઢ ખાતે આગામી 10 ફેબ્રુઆરીના રાેજ તૃતિય ધર્મ સિધ્ધાંત સમેલન યાેજાશે.

સંપ્રદાયમાં થતી ગેરરીતી રોકવા સભા યોજાશે
કેશાેદ જુના પ્લાેટ સ્વામીનારાયણ મંદિરના પુજારી સભા અધ્યક્ષ ચંદુભાઇ ગાેટેચા અને લક્ષ્મીનારાયણ યુવક મંડળ પ્રમુખ ઘનશ્યામભાઇ પટાેડિયાએ જણાવ્યું કે સનાતન હિન્દુ ધર્મ પૈકીના 1 સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રાેમાં બતાવેલી આજ્ઞા, નિયમાે તેમજ સિધ્ધાંતાે જળવાઇ રહે તેનું જતન થાય તે માટે આ સભાનું આયાેજન કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં સંપ્રદાયમાં થતી ગેરરીતી રાેકવા અનેક સભાઓ યાેજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો