તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો આતંક:માણેકવાડામાં દીપડાનો આતંક, શ્વાનનો શિકાર કર્યો

માણેકવાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગ 3 જ દિવસ પાંજરૂ રાખશે કે પકડાશે ત્યાં સુધી?

કેશોદ પંથકના માણેકવાડા ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. થોડા દિવસ પહેલાં એક વાછરડીનું મારણ કર્યું હતું. ત્યારે જ વધુ 3 શ્વાનનો શિકાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વનવિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. કેશોદ પંથકના માણેકવાડા ગામે હાલ કેરીની સિઝન ચાલી રહી છે. ત્યારે જ આંબાવાડીઓમાં ફરી દીપડાએ ધામાં નાખ્યા છે. અને રાત્રીના સમયે એક શ્વાનનો શિકાર કર્યો છે.

આ બનાવની જાણ વનવિભાગને થતા સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. અને દીપડાને કેદ કરવા પાંજરૂ મૂક્યું હતું. થોડા દિવસ પહેલાં પણ દીપડાને પાંજરે કેદ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પાંજરૂ મૂકવાનો નિયમ 3 દિવસનો જ હોઇ બાદમાં પાંજરૂ હટાવી લેવામાં આવ્યું હતું. આથી અહીં પણ 3 દિવસ જ પાંજરૂ મૂકાશે કે દીપડો પુરાશે ત્યાં સુધી રખાશે એ પણ એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...