મઘરવાડા ગામે એક ગાયની કોથળી બહાર આવી જતા 1962ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સારવાર આપી હતી.કેશોદના મઘરવાડા ગામે એક ગાયની કોથળી બહાર આવી ગઈ હોય રાજુભાઈ ગૌસ્વામીએ 1962 એમ.વી.ડી ટીમનો સંપર્ક કર્યો હતો.જેથી ડો.નિલેશ રબારી,કમલેશભાઈ ગઢવી સ્થળ પર પહોંચ્યા હતા. અને તુરંત સારવાર આપી જીવ બચાવ્યો હતો.
આ અંગે જિલ્લા પ્રોજેકટ મેનેજર ડો.જતીન સંચાણીયા, જિલ્લા અધિકારી મિલન જાનીએ કહ્યું હતું કે 10 ગામ વચ્ચે એક ફરતું દવાખાનું ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે.અને મઘરવાડા સહિત આસપાસના 10 ગામના પશુ પાલકો લાભ લઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.