સારવાર:મઘરવાડા ગામે 1962 ની ટીમે ભેંસને ઝેરી અસરમાંથી મુક્ત કરી જીવ બચાવ્યો

માણેકવાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસ સુધી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી

કેશોદ પંથકના મઘરવાડા ગામે 1962ની ટીમ પહોંચી હતી અને નિઃશુલ્ક સારવાર કરી ભેંસનો જીવ બચાવ્યો હતો.આ અંગેની મળતી વિગત મુજબ,કેશોદ ના મઘરવાડા ગામે વરજાગભાઈ હેરભાની ભેંસને ઝેરી અસર થતા તેમને 1962 એમ વી ડી ટીમને જાણ કરી હતી.

અને ડો.નિલેશ રબારી,કમલેશભાઈ ગઢવી સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને 3 દિવસની સારવાર બાદ આ પશુને ઝેરી અસરમાંથી મુક્ત કર્યું હતું.તેમજ જિલ્લા પ્રોજકેટ મેનેજર ડો.તાલીબ,મિલન જાની, ડો.રૂપાવટીયાએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...