તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કેશોદમાં મહિલાઓએ નગરપાલીકા વિરૂદ્ધ થાળી વગાડી ઠાલવ્યો આક્રોશ

કેશોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાંચ મીનીટ થાળીઓ વગાડતા લતાવાસીઓ ઘરની બહાર આવી ગયા - Divya Bhaskar
પાંચ મીનીટ થાળીઓ વગાડતા લતાવાસીઓ ઘરની બહાર આવી ગયા
  • વેરો ભરતા મિલ્કત ધારકોનો આક્ષેપ : 20 વર્ષ થી રોડ નથી બન્યો

કેશોદ પાલીકા વોર્ડ નં 7માં આવેલ શિવમ પાર્ક સોસાયટી અને રાધાકૃષ્ણ સોસાયટીના રહેવાસી મહિલાઓએ લાંબા સમયની રજૂઆત છતાં રોડ બનતોે ન હોય તેથી ઘરની બહાર નીકળી પાલીકા વિરૂધ્ધ 5 મીનીટ થાળીઓ વગાડી હતી. મહિલાઓએ આક્રોષ સાથે આક્ષેપ કરતાં જણાવ્યું કે અમે વારંવાર પ્રમુખને રજૂઆતો કરી છે તેમ છતાં રોડ બનાવવા ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યા છે. અમારી ફરતે તમામ સોસાયટીઓમાં એક વખત કરતાં વધુ વખત રોડ બની ગયાં છે. પરંતુ 20 વર્ષ થવા છતાં અમારી સોસાયટીમાં રોડ બન્યાં નથી. અમે નિયમીત મિલ્કતવેરો ભરીએ છીએ તો પછી રાજકિય હસ્તક્ષેપ અને ગુલામી શાની તેવા સવાલો ઉઠાવ્યા હતાં. પાલીકાની ચુંટણીઓ નજીક આવતી હોય તેથી અમને આશા છે કે અમારેેો રોડ થઇ જશે તેમ કહી થાળીઓ વગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે 5 મીનીટનો થાળીનો અવાજ સાંભળી પાડોશીઓ ઘરમાંથી બહાર નીકળ્યાં હતાં તો પાલીકાના સત્તાધીશો ઓફીસ બહાર નીકળી અમારો અવાજ સાંભળશે કે કેમ તેવા સવાલો કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે. આ વિસ્તારમાં વિરોધપક્ષના સદસ્યો ચુંટાયેલા છે હવે જો આ જગ્યા પર સત્તાપક્ષે જીત હાંસલ કરવી હોય તો રાગદ્વેષ રાખ્યા વગર વિકાસના કામેેા કરવા જોઇએ.

શું કહે છે પાલિકા પ્રમુખ ?
પાલીકા પ્રમુખ યોગેશભાઇ સાવલિયાએ જણાવ્યું કે આ રોડની વહીવટી મંજુરી માટે કાગળોને ભાવનગર મોકલવામાં આવ્યા છે. જે મંજુરી મળતાં ટેન્ડરીંગ અને વર્ક ઓડર કરાશે ત્યારબાદ રોડનું કામ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો