તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કેશોદમાં ચણાની ખરીદી બંધ થતાં ખેડુતોનો હોબાળો, કોંગ્રેસે શરૂ કરાવી

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેસેજ પૂરા થતાં ખરીદી બંધ થવાના સંકેત, અધિકારીઓનું મૌન, કોન્ટ્રાક્ટરે ખરીદી બંધ થવાના સંકેત આપ્યા

કેશોદ યાર્ડમાં ટેકાના ભાવે થતી ચણાંની ખરીદી રોકી દેવાતાં ચણાં વેચવા આવેલા ખેડુતોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ કોંગ્રેસના આગેવાનોને થતાં તેઓએ યાર્ડ પહોંચી ખરીદી ફરી શરૂ કરાવી હતી. મળતી વિગતો મુજબ કોરોના મહામારી સમયે દોઢ મહિનો ચણાની ખરીદી બંધ રહી હતી. જે તા. 26 થી ફરી શરૂ કરાઇ હતી. એ વખતે કુલ 7711 રજીસ્ટ્રેશનમાંથી 2171 બાકી હતાં. એ તમામને ગત શુક્રવાર સુધીમાં મેસેજથી જાણ કરી ચણા વેચવા બોલાવાયા હતા. છેલ્લા અઠવાડિયામાં જે ખેડુતો ન પહોંચી શક્યા તેમને શનીવારે ચણા વેચવા બોલાવવામાં આવ્યા હતા.

પરંતુ બન્યું એવું કે, કોરોના પહેલાં જે ખેડુતો ન પહોંચી શક્યા હોય એ ખેડુતો ચણા વેચવા યાર્ડમાં પહોંચતાં ખરીદી બંધ કરી દેવાઇ હતી. આ વાતની જાણ થતાં કોંગ્રેસના તાલુકા પ્રમુખ અશ્વિનભાઇ ખટારિયા, સમીરભાઇ પાંચાણી, અવીનાશભાઇ પરમાર, રમેશભાઇ ભોપાળા યાર્ડે પહોંચ્યા હતા. તેઓએ રજૂઆત કરતાં ફરી ખરીદી શરૂ કરાઇ હતી. જાણવા મળ્યા મુજબ, સોમવારથી ખરીદી બંધ થાય એવા સંકેત મળી રહ્યા છે. જો એમ થશે તો 10 જુન સુધી કર્મચારીઓના ઓર્ડર શા માટે કરાયા ? એ સવાલ પણ ખેડૂતોમાંથી ઉઠ્યો છે.

અમને જાણ નથી: અધિકારી : આ અંગે ગોડાઉન મેનેજરે બોલવાનું ટાળ્યું હતું. પણ અધિકારી બી. જે. ખેરએ જણાવ્યું હતું કે, રજીસ્ટ્રેશન થયેલા મેસેજ પૂરા થતાં છેલ્લાં અઠવાડિયામાં ન પહોંચેલા ખેડુતોને બોલાવ્યા હતા. પણ કોરોના સમયે બંધ રહેલી ખરીદી પહેલાંના ખેડુતો ચણા વેંચવા આવી પહોંચતાં ખરીદી બંધ રાખવાની ફરજ પડી હતી. જે ફરીથી શરૂ કરવામાં આવી હતી. અને સોમવારથી ખરીદી બંધ રહે એવી અમને જાણ નથી.

કોન્ટ્રાક્ટરે કહ્યું, બંધ થશે : ચણાની ખરીદી કરતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, રજીસ્ટ્રેશન થયેલાં નામો પૂરા થતાં સોમવારથી ખરીદી બંધ થશે.

અન્ય સમાચારો પણ છે...