તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનીકોમાં રોષ:કેશોદ વરૂડીમાં ગારીનું વરસાદી પાણી જાગનાથ તરફ ફંટાયું

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદના માંગરોળ રોડથી કેવદ્રા તરફ જતી વરૂડીમાંની ગારી તરીકે ઓળખાય છે. જેમાં સ્થાનીક તેમજ સીમ વિસ્તારમાં વરસાદ પડતાં પાણી ભરાય છે. જેનો પાલીકાએ ચોમાસા પહેલાં પાણી નિકાલ માટે ગારીને ઉંડી કરવાની કામગીરી કરી હતી. પરંતુ કામગીરી યોગ્ય ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ માંગરોળ રોડ તરફના છેડાના ભાગને ઉંચો રાખી દેતાં વરસાદી પાણી જાગનાથ સાેસાયટી તરફ ફંટાયું હતું. જ્યારે પાલીકા ચોમાસા પછી 1.42 કરોડનો ખર્ચો કરી વરસાદી પાણી નિકાલ કરવા 1300 મીટર પાઇપલાઇન નાખવાની છે. જેમાં માંગરોળ રોડ તરફનો છેડો ખોદવામાં વ્હાલાંદવલાંની નીતી રાખતાં વરસાદી પાણી જાગનાથ અને રણછોડનગર તરફ ફંટાયું છે. આમ 4 વર્ષથી પાણી નિકાલાના નામે જેમ તેમ ગારીને ખોદી પાલીકા જતી રહેતી હોય ચોમાસા બાદ મોટી ગ્રાંટના કામ પર સવાલ ઉઠાવી સ્થાનીકો શંકા-કુશંકા કરી રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...