તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોર ઝડપાયા:કેશોદમાં પાંચ લાખના બારણ સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો

કેશોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર આરોપીને પકડી પાડી પોલીસે મુદ્દામાલ કબ્જે લીધો

કેશોદમાં સોનું ગાળવાની રીફાઇનરી માંથી 5 લાખના બારણ સોનાની ચોરી થઈ હતી. જેનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. સીસીટીવી ફુટેજના આધારે કેશોદનો એક અને રાજકોટના 3 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

બનાવની વિગતો મુજબ ગત શુક્રવારની મોડી રાત્રીએ સુતારવાવ નજીક અવધ કોમ્પલેક્ષમાં સોમનાથ રીફાઇનરીના પાછળના ભાગે આવેલ બારી તોડી બારણ-અશુધ્ધ સોનાની ચોરી થઈ હતી. દુકાન માલીકે ફરીયાદ કરી હતી જેના આધારે પોલીસે કેશેદના સ્થાનીક આરેપી અતુલ ભાયાભાઇ ચુડાસમા ઉ.21ની પ્રાથમીક પુછપરછ કરી રાજકોટના ચુનારવાડ શેરી મચ્છી માર્કેટ નજીક રહેતાં કૈલાશ ઉર્ફે કમલેશ દોલુભાઇ સોલંકી ઉ.20, સંજય વલ્લભભાઇ પરિયા ઉ. 19 તેમજ વિજય મધુભાઇ બારૈયા ઉ.19ને પકડી પાડી ચારેય આરોપી વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...