તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કેશોદમાં સીનિયર સિટીઝનોને વેક્સિન ન મળતાં હોબાળો, 30 ને રસી અપાઇ, બીજાને ટોકન આપી રવાના કર્યા

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે તમારા માટે આવો છો અમારા માટે નહીં કહેતાં વડિલો વિફર્યા

કેશોદ સિવીલ હોસ્પિટલમાં જુદા જુદા 3 વિભાગમાં વેક્સિનેશનની કામગીરી કરાઇ રહી છે. જ્યારે પણ વેક્સિનનો જથ્થો ઓછો આવે અને લાભાર્થી વધુ આવી ચઢે ત્યારે અવ્યવસ્થા સર્જાય છે. શુક્રવારે કોવીશિલ્ડના બીજા ડોઝ માટે આરોગ્ય વિભાગે 60 થી વધુ ઉંમરના 150 કરતાં વધુ લોકોને વેક્સિન લેવા ફોન કરી બોલાવ્યા હતા. પણ કોવીશિલ્ડનો પૂરતો જથ્થો ન આવતાં માત્ર 30 લાભાર્થીને જ રસી અપાઇ હતી. બાકી રહેતાં સીનિયર સીટીઝનને રસીનો લાભ ન મળતાં અને તેઓએ લાંબો સમય તડકામાં ઉભા રહેવું પડ્યું હતું.

વળી પીવાના પાણીની વ્યવસ્થા પણનહોતી. આથી તેઓએ હોબાળો મચાવ્યો હતો. એ જ સમયે હાજર આરોગ્ય કર્મચારીએ કહ્યું, તમે તમારા માટે આવ્યા છો, અમારા માટે નહીં. આથી માહોલ તંગ બન્યો હતો. આ વાતની તાલુકા હેલ્થ ઓફીસરને જાણ થતાં તેઓ સિવીલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને સીનિયર સીટીઝનોએ વેક્સિન લેવા બોલાવ્યા બાદ વારંવાર ધક્કા થતા હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી. આથી તમામને ટોકન આપી જ્યારે પણ ફોન કરી બોલાવાય ત્યારે વેક્સિન લેવા આવવું જેથી ધક્કો ન થાય એમ કહેતાં મામલો થાળે પડ્યો હતો.

લાભાર્થીઓ નથી આવતાં
આ અંગે ટીએચઓ જે. જી. પોપટે જણાવ્યું હતું કે, વધુ ફોન કરવા છતાં લોકો વેક્સિન લેવા આવતાં ન હોઇ વધુ લાભાર્થીઓને બોલાવ્યા હતા. જ્યારે બીજી તરફ કોવીશિલ્ડનો જથ્થો ઓછો આવતાં આ સમસ્યા સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...